ભારતમાં જૂન 2023 બાદ મંદી આવી શકે છેઃ કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે

PC: abplive.com

કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ સોમવારે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે, વૈશ્વિક આર્થિક મંદીથી નાગરિક પ્રભાવિત ન થાય. તેઓ મહારાષ્ટ્રના પૂણે શહેરમાં G20ના પહેલા અવસંરચના કાર્ય સમૂહની બેઠકનું ઉદ્ઘાટન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું છે. મંત્રી નારાયણ રાણેએ એ પણ કહ્યું કે, રોજગારને પ્રોત્સાહન આપનારા રોજગાર પેદા કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમના અનુસાર, ભારતમાં મંદી જૂન, 2023 બાદ આવી શકે છે.

આર્થિક મંદીની સ્થિતિનો સામનો કરવા માટે ભારતની તૈયારીઓ વિશે પૂછવા પર મંત્રી નારાયણ રાણેએ કહ્યું કે, અમે મંત્રીમંડળમાં છીએ, અમને આર્થિક મંદી વિશે જાણકારી મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમને આ વિશે પોતાના વિચારો મૂકે છે. તેમના અનુસાર, હાલના સમયમાં મોટા વિકસિત દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તેના પર તેમણે આગળ કહ્યું કે, ભારત સરકાર અને PM મોદીએ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે, દેશના નાગરિકો તેનાથી પ્રભાવિત ન થાય.

મંત્રી નારાયણ રાણેએ એ પણ કહ્યું કે, એ વાત સાચી છે કે, વિશ્વના વિકસિત દેશોમાં હાલ મંદી ચાલી રહી છે. આ મુદ્દે રાણેએ એ પણ કહ્યું કે, રોજગાર પૈદા કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમના અનુસાર, દીર્ઘકાલીન અને આર્થિક રીતે વૃદ્ધિ માટે પણ G20 બેઠક ખૂબ જ મહત્વની છે. કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ અહીં કહ્યું કે, ભારતમાં મંદીમાં જૂન મહિનામાં આવી શકે છે. ભારત 1લી ડિસેમ્બર, 2022થી 30મી નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp