દાદાએ ફોન કરીને માલિકને કહ્યું-ખેતરમાં બોક્સમાં પડ્યું છે મારા પૌત્રનું શબ...

PC: aajtak.in

રાજસ્થાનના ઝુઝુનૂમાં એક ખેતરમાં એક લોખંડના બોક્સમાં બાળકનું શબ મળ્યા બાદ આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. ઘટના પિલાની પોલીસ સ્ટેશન વિસ્તારના ઢક્કર ગામની છે. જે બાળકનું શબ મળ્યું છે તે ખેતરમાં કામ કરનારા બંગાળી મજૂરોનું બતાવવામાં આવી રહ્યું છે. ખેતર માલિકે બાળકના દાદા-દાદી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો છે. મૃતક માસૂમ કપાસ વણવા આવેલા પોતાના દાદા-દાદી સાથે ખેતરમાં બનેલા રૂમમાં રહેતું હતું. ખેતર માલિકને ફોન પર ગાયબ મજૂર સુરેશે સૂચના આપી કે ખેતરમાં લોખંડના બોક્સમાં તેના પૌત્રનું શબ છે. તેનું અંતિમ સંસ્કાર કરી દેજો.

ત્યારબાદ ખેતર માલિકે પિલાની પોલીસને તેની જાણકારી આપી. જાણકારી બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે લોખંડના બોક્સને ખોલીને જોયું તો તેમ બાળકનું શબ હતું. પોલીસે શબને કબજામાં લઈને પિલાની હોસ્પિટલની મોર્ચરીમાં રાખવી દીધું છે. હત્યાને લઈને મજૂર સુરેશ પર જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેશ મહિના અગાઉ જ પશ્ચિમ બંગાળથી કપાસ વણવાના કામ માટે અહી આવ્યો હતો. સુરેશ પોતાની પત્ની અને પૌત્ર સૂર્યા સાથે ખેતરમાં બનેલા રૂમમાં રહેતો હતો.

મૃતક સૂર્યાના પિતાનું નિધન થઈ ચૂક્યું છે અને તેની માતા તેને છોડીને જતી રહી હતી. સૂર્યા પોતાના દાદા સુરેશ અને દાદી સાથે રહેતો હતો. રવિવારની સાંજથી સુરેશ અને તેની પત્ની ગાયબ છે. પિલાની પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી અહી ખુલાસો થઈ શક્યો નથી કે અંતે સૂર્યની હત્યા કોણે અને શા માટે કરી, પરંતુ મૃતકના દાદા સુરેશે ખેતર માલિક રામપાલ સિંહના દીકરા અનિલને ફોન કરીને બોક્સની જાણકારી આપી અને કહ્યું કે, તેના પૌત્રના અંતિમ સંસ્કાર કરી દે.

અનિલે જ્યારે તેને પૂછ્યું કે તે કહ્યા વિના કેવી રીતે જતો રહ્યો તો સુરેશે જવાબ આપ્યો કે પછી કહીશ. સુરેશે તેને એ જરૂર બતાવ્યું કે, બોક્સમાં સૂર્યાનું શબ પડ્યું છે અને તેનો અંતિમ સંસ્કાર કરી દે. હાલમાં પોલીસની ટીમ મૃતકના દાદા-દાદીની શોધમાં લાગી ગઈ છે. પોલીસ સ્ટેશનના અધિકારી સેવદાએ જણાવ્યું કે, હાલમાં આ ઘટનાની કોઈ જાણકારી મળી શકી નથી કે બાળકની હત્યા કયા કારણે અને કઇ પરિસ્થિતિમાં કરવામાં આવી. પોલીસ દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. બાળકના શબ પર કોઈ પ્રકારના ઇજાના નિશાન નથી. પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે કે બાળકનું મોત બોક્સમાં શ્વાસ રૂંધાવાથી થયું કે પછી હત્યા કરવામાં આવી છે. હાલમાં પોલીસ સુરેશ અને તેની પત્ની રોશનીની શોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp