લગ્નના દિવસે ઉઠી વરરાજાની અર્થી, છતા સુહાગન બની છોકરી, શું છે આખો મામલો
આજે તમને એક 2022ના કિસ્સા વિશે જણાવીએ, જ્યારે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક હેરાન કરી દેનારી ઘટના ઘટેલી. જે દિવસે યુવકની જાન નીકળવાની હતી તે જ દિવસે તેની અર્થી ઉઠી હતી. અસલમાં ઘરમાં રિપેરીંગ દરમિયાન ઘરમાં લગાવવામાં આવેલા હેડ પમ્પની પાઈપ હાઈટેન્શના વાયર સાથે અડી ગઈ અને કરંટ લાગવાથી દુલ્હાનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકની બુધવારે ગામ મધુપુરીમાં જાન જવાની હતી. આ દુર્ઘટના પછી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના ઘટી તે સમયે ઘરમાં રિપરીંગ કામ ચાલી રહ્યું હતું. આ ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બધાને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં જેના લગ્ન હતા તે યુવકનું મોત થયું હતું. આ ઘટના મૈનપુરીના ધિરોર થાણા ક્ષેત્રના નગલા માન ગામમાં થઈ હતી. આ ગામથી 20 એપ્રિલના રોજ પ્રમોદ યાદવના પુત્ર અનુરાગ યાદવની જાન જવાની હતી. જાનની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી હતી. પરિવાર અને સગા સંબંધીઓ તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ અચાનક થયેલી આ ઘટનાએ બધું બદલી નાખ્યું હતું. લગ્નવાળા ઘરમાં ખુશીને બદલે માતમ જોવા મળ્યો હતો. બુધવાર બપોરે અનુરાગ પોતાના ભાઈ અનુજ અને સંબંધીઓ સાથે હેન્ડ પમ્પનું રિપેરીંગ કરી રહ્યો હતો. લોખંડના પાઈપને બહાર કાઢતી વખતે ઉપરથી પસાર થઈ રહેલી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો.
જેના કારણે કરંટ લાગતા અનુરાગ અને તેના ભાઈ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બધાને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં અનુરાગે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જેના પછી દુલ્હનના ઘરે આ દુર્ઘટનાની જાણ થતા તેના ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. પુત્રીના લગ્ન પહેલા કોઈ લાંછન ન લાગે આ વાતનો પણ જર દુલ્હનના ઘરના લોકોને સતાવી રહ્યો હતો. જેના પરિણામે દુલ્હનના ઘરના લોકોએ ટૂંક સમયમાં નવા દુલ્હાની શોધ શરૂ કરી દીધી હતી અને મૈનપુરીના ઘિરોર ક્ષેત્રના એક ગામમાં એક યુવકનો પરિવાર તેમના છોકરાના લગ્ન છોકરી સાથે કરાવવા માટે તૈયાર થઈ ગયો હતો. જેના પછી નક્કી કરેલા સમયે જ યુવતીના લગ્ન થઈ ગયા હતા અને રાતે બધી લગ્નની વિધીઓ પૂરી કરી દેવામાં આવી અને સવાર થતા જ દુલ્હનના વિદાઈ પણ આપી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp