નિકાહના 2 કલાક બાદ વરરાજાએ આપ્યા ટ્રિપલ તલાક, પત્નીને લગ્નના મંડમાં છોડી ગયો પતિ

PC: bhaskar.com

ઉત્તર પ્રદેશના આગરામાં નિકાહના 2 કલાક બાદ ટ્રિપલ તલાક આપવાનો મામલો સામે આવ્યો છે. દહેજમાં કાર ના મળવા પર વરરાજા દુલ્હનને નિકાહના મંડપમાં છોડીને વરઘોડો પાછો લઇને ચાલ્યો ગયો. દુલ્હનના ભાઈએ દહેજ લોભિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કેસમાં પતિ આસિફ, સાસુ મુન્ની, સસરા પરવેજ, દિયર સલમાન, નણંદ રુખસાર, નજરાના અને ફરીનના નામો લખાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શહેરમાં ઢોલીખાર મંટોલાના રહેવાસી મુસ્લિમ પરિવારની દીકરીઓના નિકાહ અમન અને આસિફ સાથે થયા હતા. ગત બુધવારે જ ફતેહાબાદ રોડ સ્થિત પ્રિયાંશુ ગાર્ડનમાં આ સમારોહ સંપન્ન થયો. ગૌરીને અમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી અને પરિવારજનોએ રીતિ રિવાજ અંતર્ગત તેની વિદાઈ કરી દીધી.

એ જ ગાર્ડનમાં નાની દીકરી ડૌલીના નિકાહ પણ ગુરુવારે સાંજે 4 વાગ્યે આસિફ સાથે સંપન્ન થયા. લગ્નમાં બંને બહેનો ગૌરી અને ડૌલીને ઘરવખરીનો સામાન, ઘરેણાં, કેશ આપવામાં આવ્યા. તેમજ, જમણવાર અને લગ્નમાં 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. જોકે, નિકાહ બાદ આસિફ અને તેના પરિવારજનોએ દહેજમાં કારની માંગ કરી. અચાનક સામે આવેલી માંગથી દુલ્હનના પરિવારજનો ડઘાઈ ગયા. વરરાજાને મનાવવા માટે કરગર્યા પરંતુ, દહેજ લોભી વરરાજાએ કોઇનું ના સાંભળ્યું.

પરિવારના લોકોના સમજાવવા છતા વરઘોડીયાઓ વિદાઈ માટે તૈયાર ના થયા. હંગામો થતો જોઈ વરરાજાના મોટાભાગના પરિવારજનો ત્યાંથી ચાલ્યા ગયા. થોડાં સગા-સંબંધીઓ સાથે વરરાજા આસિફ ત્યાં રોકાયો હતો. તે પણ સવારે 6 વાગ્યે દુલ્હન ડૌલીની સામે ત્રણ વાર તલાક બોલીને મેરેજ હોલમાંથી ચાલ્યો ગયો. વરરાજાની આ હરકત બાદ દુલ્હનના પરિવારમાં હડકંપ મચી ગયો છે. પરિવારના સભ્ય ખૂબ જ ચિંતિત છે. પોલીસે આ અંગે કહ્યું કે, ફરિયાદ મળવા પર કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે 22 ઓગસ્ટ, 2017ના રોજ પોતાના નિર્ણયમાં ટ્રિપલ તલાકને અસંવેધાનિક જાહેર કરી દીધા હતા. ઉચ્ચ અદાલતે 1400 વર્ષ જૂની પ્રથાને અસંવેધાનિક જાહેર કરી હતી અને સરકારને કાયદો બનાવવા માટે કહ્યું હતું. કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો અને એકસાથે ત્રણવાર તલાક બોલીને અથવા લખીને લગ્ન પૂરા કરવાને અપરાધની શ્રેણીમાં લાવી. આ અપરાધ માટે મહત્તમ ત્રણ વર્ષ કેદની સજાનો પ્રાવધાન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp