26th January selfie contest

સુહાગરાત મનાવતા જ ઘર છોડીને ભાગ્યો વરરાજો, દુલ્હન બોલી- મને કંઈ ખબર નથી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં સુહાગરાત મનાવ્યા બાદ વરરાજો પોતાની નવી નવી બનેલી દુલ્હનને છોડીને વહેલી સવારે જ ઘરથી ક્યાંક જતો રહ્યો. પરિવારજનોએ ઘણા સમય સુધી વરરાજાના ફરવાની રાહ જોઈ. જ્યારે તે ન ફર્યો તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી. આ ઘટના બાદ પરિવારજનોમાં હાહાકાર મચી ગયો. પરિવારજનોએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, વરરાજો પોતાનો ફોન અને રૂપિયા અહીં જ છોડી ગયો છે.

તેને આમ તેમ ખૂબ શોધ્યો, પરંતુ અત્યાર સુધી તેની કોઈ જાણકારી મળી શકી નથી. પરિવારના લોકોએ દુલ્હનને પણ પૂછપરછ કરી, પરંતુ તેને કંઈ જ ખબર નથી. પીડિત પરિવાર તરફથી ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુમ થયેલા વરરાજાની શોધ શરૂ કરી દીધી છે. આ ઘટના સાંડી પોલીસ સ્ટેશનના એક ગામની છે. અહીના રહેવાસી 22 વર્ષીય વરરાજો સોમવારે સવારે અચાનક ઘરથી નીકળી ગયો. પરિવારજનોએ કહ્યું કે, તેણે સફેદ શર્ટ અને સ્લેટી કલરનો પેન્ટ પહેર્યો છે.

17 ફેબ્રુઆરીના રોજ તેની જાન મન્સૂર ગામ ગઈ હતી. 18 ફેબ્રુઆરીને દુલ્હન વિદાઇ થઈને સાસરામાં પહોંચી. સુહાગરાત મનાવ્યા બાદ સોમવારે સવારે વરરાજો કોઈને કંઈ પણ કહ્યા વિના ગાયબ થઈ ગયો, પરિવારજનોએ તેને વહેલી સવારે ઘરથી બહાર જતા જોયો, પરંતુ કોઈએ કંઈ ધ્યાન ન આપ્યું. બધાને લાગ્યું કે આવી જશે. જ્યારે ખૂબ મોડે સુધી તે પાછો ન આવ્યો તો પરિવારજનોને ચિંતા થઈ. તેનો મોબાઈલ ફોન અને પૈસા પણ ઘર પર રાખ્યા હતા.

ત્યારબાદ પરિવારજનોને કોઈ દુર્ઘટના થવાની અશંકા થઈ તો પરિવારજનોએ ગામથી લઈને તમામ સંબંધીઓને ફોન કર્યો અને પૂછપરછ કરી પરંતુ ક્યાંય ન મળ્યો. તો આ અંગે અપર પોલીસ અધિક્ષક દુર્ગેશ સિંહે જણાવ્યું કે, 17 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. બધુ બરાબર ચાલી રહ્યું હતું, 19 ફેબ્રુઆરીના રોજ સવારે તે આચનક ઘરથી કોઈને કહ્યા વિના જતો રહ્યો. તેમના પરિવારજનો તરફથી ફરિયાદ મળી છે. સૂરજની તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ તેને શોધી લેવામાં આવશે.

થોડા દિવસ અન્ય એક ઘટના ઉત્તર પરદેશથી સામે આવી હતી જ્યાં દુલ્હનની હરકતથી આખો પરિવાર દંગ રહી ગયો હતો. તમે વિચારી રહ્યા હશો કે દુલ્હને એવું શું કર્યું હશે? તો લગ્ન બાદ વિદાઇ સાથે પોતાની દુલ્હનને વરરજો ઘરે લાઇ ગયો. સુહારગરાતવાળા દિવસે વરરાજો પોતાના સંબંધીઓ સાથે વાત કરી રહ્યો હતો, નવી દુલ્હન ચાંસ મળતા જ પોતાના પ્રેમી સાથે મળીને પહેલી જ રાતે ફરાર થઈ ગઇ. વરરાજો ઘણા સમય સુધી શોધતો રહ્યો પણ કોઈ જાણકારી ન મળી. થોડા સમાય બાદ ખબર પડી કે તે તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સાજો શણગારવાળી છોકરીને છોકરા સાથે ભાગતા જોઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp