26th January selfie contest

વરરાજો મંડપમાંથી ભાગ્યો,દુલ્હને 20Km પીછો કરી,બસમાંથી ઉતારી પાછો લાવી લગ્ન કર્યા

PC: navbharattimes.indiatimes.com

છેલ્લા અઢી વર્ષના પ્રેમ પ્રકરણ બાદ યુવક અને યુવતીએ વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મંદિરમાં મંડપને શણગારવામાં આવ્યો હતો. પરંતુ વરરાજાનો મૂડ અચાનક બદલાઈ ગયો હતો અને મંડપ પરિસરમાંથી ભાગી ગયો હતો. લાંબા સમય સુધી વરરાજા ન આવતાં કન્યા પોતે તેને શોધવા નીકળી હતી. બીજી બાજુ, વરરાજા બસમાં બેસીને નીકળી જવાની તૈયારીમાં હતો, ત્યારે કન્યાએ તેને પકડી લીધો અને પછી લગ્ન કર્યા. આ મામલો બરેલી જિલ્લાનો છે. અહીં શણગારેલા લગ્ન મંડપના સંકુલમાંથી ચૂપચાપ ભાગી ગયેલા વરરાજાને કન્યાએ બળજબરીથી પકડી લીધો અને મંદિરમાં લગ્ન કરી લીધા. આ નાટક લગભગ 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું, ઘણા લોકો તેને જોઈ રહ્યા હતા, પરંતુ હિંમતવાન કન્યાએ જ્યાં સુધી સાત ફેરા લીધા નહીં ત્યાં સુધી સંઘર્ષ કરવામાં પીછેહઠ કરી નહીં.

રવિવારે પરસ્પર સંમતિથી ભૂતેશ્વરનાથ મંદિરમાં કન્યા પક્ષવાળાઓએ મંડપને શણગાર્યો હતો. તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. કન્યા પોતે સોળે શણગાર સજીને બેઠી હતી, વરરાજાની રાહ જોવાઈ રહી હતી. ઘણો બધો સમય વીતી જવા છતાં વરરાજા મંડપ પર ન પહોંચ્યો, પછી કન્યાએ તેને ફોન કર્યો હતો અને તેની પૂછપરછ કરી, તો ખબર પડી કે, તે ભાગી જવાની તૈયારી કરી રહ્યો છે. આ પછી કન્યા મંડપમાંથી ઉભી થઈ ગઈ અને વરરાજાને પકડવા નીકળી પડી. કેટલાય કિલોમીટર દૂર બસમાં બેસીને વરરાજા ભાગવાની તૈયારીમાં હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. વરરાજાએ કહ્યું કે, તે તેની માતાને લેવા જઈ રહ્યો છે, તે પછી તે પોતે સજી ધજીને લગ્ન કરવા આવશે. પરંતુ કન્યાએ તેની એક વાત ન સાંભળી અને તેને મંદિર પરિસરમાં શણગારેલા મંડપમાં લઈને આવી ગઈ, જ્યાં બંનેએ સાત ફેરા લીધા. બે કલાક ચાલેલા આ ડ્રામા પછી બંને મંદિરમાં ગયા અને એકબીજાના થઇ ગયા.

બરેલીમાં ઓલ્ડ સિટીમાં રહેતી એક યુવતીને બિસૌલી (બદાયૂં)માં રહેતા એક યુવક સાથે લગભગ અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેએ જીવનભર સાથે જીવવાનું અને મરવાનું વચન પણ આપ્યું હતું. આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થઈ હતી. તેણે યુવતીને પ્રેમી સાથે લગ્ન કરવાની સલાહ આપી. યુવતીએ તેના પ્રેમીને લગ્ન કરવા માટે રાજી કરી દીધો. રવિવારે ભૂતેશ્વરનાથ મંદિરમાં યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્નની તૈયારીઓ કરવામાં આવી હતી. યુવતી તેના પ્રેમી સાથે બ્યુટીપાર્લરમાં સાજી ધજીને દુલ્હનના રૂપમાં તૈયાર થઈને મંદિરના મંડપ પર પહોંચી હતી. પણ અહીં પ્રેમીનો મૂડ બદલાઈ ગયો. મોકો મળતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. મંદિરના મંડપમાં તેના પરિવારના સભ્યો સાથે બેઠેલી દુલ્હન લાંબા સમય સુધી પ્રેમી તેને લઈને સાત ફેરા ફરે તેની આવવાની રાહ જોતી રહી.

ઘણો સમય વીતી ગયા પછી જ્યારે વરરાજાનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, તે તેની માતાને બોલાવવા બિસૌલી જઈ રહ્યો છે. વરરાજાની વાત સાંભળ્યા પછી દુલ્હન તેના પરિવારના સભ્યોને લઈને તેને પકડવા માટે બહાર નીકળી ગઈ. આ પછી, તેણે બરેલી શહેરથી લગભગ 20 Km દૂર ભમોરામાં વરરાજાને બસમાં પકડ્યો. કન્યા તેને બસમાંથી ઉતારી મંડપમાં લઈ જવા લાગી. બે કલાક સુધી ચાલેલા આ નાટકને જોઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યાર પછી શરમમાં આવેલા આ યુવકે કન્યા સાથે લગ્ન કરવા સંમતિ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp