ગુજરાતીઓ માટે એલફેલ બોલી ભેરવાયો લાલુનો દીકરો, અમદાવાદની કોર્ટમાં આવવું પડશે
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની એક મેટ્રોપોલિટન કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ માટે ‘ઠગ’ શબ્દનો ઉપયોગ કરવા પર તેજસ્વી યાદવ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદકર્તાના વકીલ પ્રફુલ આર. પટેલે કહ્યું કે, કોર્ટે તેમને સમન્સ પાઠવીને 22 સપ્ટેમ્બરના રોજ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. ફરિયાદકર્તાએ કહ્યું છે કે તેનાથી તેમને ઠેસ પહોંચી છે.
તેજસ્વી યાદવ પર આરોપ છે કે, તેમણે માત્ર ગુજરાતી જ ઠગ હોય શકે છે’વાળું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તેને જોવા જઈએ તો માત્ર ગુજરાતી જ ઠગ હોય છે અને તેમની છેતરપિંડીને માફ કરી દેવામાં આવશે. જો LIC અને બેન્કોમાંથી પૈસા મળ્યા બાદ તેઓ ભાગી જાય છે તો કોણ જવાબદર હશે? RJDના વરિષ્ઠ નેતા વિરુદ્ધ ગુનાહિત માનહાનિ માટે ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.
કોર્ટે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)ની કલમ 202 હેઠળ તેજસ્વી યાદવ વિરુદ્ધ તપાસ કરી હતી. અમદાવાદ સ્થિત 69 વર્ષીય સામાજિક કાર્યકર્તા અને વ્યવસાયી હરેશ મેહતાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ દ્વારા તેમને સમન્સ પાઠવવાનો પૂરતો આધાર મળ્યો હતો. હરેશ મેહતાએ આ વર્ષે 21 માર્ચના રોજ બિહારના પટનામાં મીડિયા સામે આપેલા તેજસ્વી યાદવના નિવેદનના પુરાવા કોર્ટમાં રજૂ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદકર્તાએ કહ્યું કે, આખા ગુજરાતી સમુદાયને ‘ઠગ’ કહેવાવાળું નિવેદન મીડિયા સામે આપવામાં આવ્યું હતું. આ બધા ગુજરાતીઓને સાર્વજનિક રૂપે બદનામ અને અપમાનિત કરે. હરેશ મેહતાએ તેજસ્વી યાદવ વિરુદ્ધ સમન્સ જાહેર કરવા અને તેના માટે મહત્તમ સજાની માગ કરી છે. ફરિયાદકર્તાએ કહ્યું કે, તેઓ પણ એક ગુજરાતી છે અને જ્યારે તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર આ સમાચાર જોયા તો અનુભવ થયો કે આ પ્રકારાના અપમાનજનક નિવેદનથી એક ગેર-ગુજરાતી રાજ્યના રહેવાસીઓને ઠગના રૂપમાં જોશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં જ સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની મોદી સરનેમ સંબંધિત ટિપ્પણીને લઈને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેના કારણે તેમને લોકસભાના સભ્યના રૂપમાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટના રોજ તેમની દોષસિદ્ધિ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ તેમની લોકસભાની સભ્યતા પાછી આપી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી હાલમાં વાયનાડ સંસદીય ક્ષેત્રથી સાંસદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp