સ્ટોર્સના ફ્રીજમાંથી 4 છોકરીઓએ ચોકલેટ કાઢી જીન્સમાં ભરી, હવે પોલીસ શોધી રહી છે
મધ્ય પ્રદેશમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં 4 છોકરીઓ એક શૉપમાંથી કિંમતી ચોકલેટ ચોરીને ફરાર થઈ ગઈ. દુકાનદારે જણાવ્યું કે, તેની લગભગ 500 રૂપિયાની ચોકલેટ ચોરી થઈ ગઈ છે. આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના શહેરના ડીડી નગર ગેટ પર સ્થિત ડિપાર્ટમેન્ટલ સ્ટોરની છે. ગત દિવસોમાં અહીં ગ્રુપમાં 4 છોકરીઓ આવી અને આમ તેમ ફર્યા બાદ ફ્રિજમાંથી ચોકલેટ લઈને ફરાર થઈ ગઈ.
તેમણે ચોકલેટ ચોરીને જીન્સના ખિસ્સામાં છુપાવી અને પછી ગેટથી બહાર નીકળી ગઈ. ચોકલેટ ચોરીની આ ઘટના સ્ટોરમાં લાગેલા CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે છોકરી ફ્રિજમાંથી ચોકલેટ કાઢીને પોતાના જીન્સમાં રાખી રહી છે અને પછી પૈસા આપ્યા વિના જ ફરાર થઈ ગઈ. કહેવામાં આવે છે કે, છોકરીઓ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની આસપાસ કોઈ હૉસ્ટેલની રહેવાસી છે. છોકરીઓ ગયા બાદ જ્યારે ફ્રીજમાં ચોકલેટ ઓછી નજરે પડી તો CCTV ફૂટેજ ચેક કરવામાં આવી.
તેને જોયા બાદ ઘટનાનો ખુલાસો થઈ ગયો કેમ કે સ્ટોરમાં આવેલી ચારેય છોકરીઓમાંથી એક છોકરીએ ફ્રિજમાંથી ઘણી બધી ચોકલેટ ચોરીને પોતાના જીન્સના ખિસ્સામાં રાખી લીધી હતી. તેને તેના પૈસાની ચૂકવણી પણ ન કરી. હાલમાં દુકાનદારની ફરિયાદના આધાર પર મહારાજપુરા પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. દુકાનદારે જણાવ્યું કે, સ્ટોરથી 400 થી 500 રૂપિયાની કિંમતની ચોકલેટ ગાયબ થઈ છે. અમે CCTV ફૂટેજ પોલીસને સોંપી દીધી છે. તેના આધાર પર પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.
રિયાન્શી ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકે જણાવ્યું કે, સ્ટોરમાં એક સાથે 4 છોકરીઓ આવી. જે દેખાવમાં સારા એવા ઘરોની લાગી રહી હતી. 3 છોકરીઓ કાઉન્ટર પાસે ઊભી થઈ ગઈ અને એક છોકરી સ્ટોરની અંદર જતી રહી. જેણે ફ્રિજ ખોલી અને ચોકલેટ કાઢીને પોતાના જીન્સના ખિસ્સામાં રાખી લીધી. ચોરી કર્યા બાદ બધી છોકરીઓ એક સાથે બહાર નીકળી ગઈ. જ્યારે ચોકલેટની જરૂરિયાત પડી તો સ્ટોક ખૂબ ઓછો હતો. જ્યારે CCTV ફૂટેજ જોવામાં આવી તો એ છોકરીઓ ચોકલેટ ચોરતી નજરે પડી. તો ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સંચાલકનું કહેવું છે કે, એવી ઘટનાઓને જોઇને અન્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર પણ સતર્ક રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp