આ રાજ્યમાં ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવાયો, આરતીનું આયોજન

PC: bhaskar.com

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આજે હિન્દુ મહાસભા નાથૂરામ ગોડસેના 114માં જન્મદિવસ પર વસ્તીમાં ફળ વિતરણ અને ગોડસેની તસવીર સામે મંદિર પર આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ જાણકારી મળ્યા બાદ પોલીસે રોકી લીધા. પોલીસ પહોંચવા અગાઉ ફળ વિતરણ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ હિન્દુ મહાસભાના લોકો આરતી કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે રોકી લીધા. તેના કારણે હિન્દુ મહાસભાના પદાધિકારી ગોડસેની તસવીર લઈને દૌલતગંજ સ્થિત કાર્યાલય જતા રહ્યા.

ગોડસેની તસવીર લઈ જતી વખત રસ્તામાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. પોલીસે પદાધિકારીઓને કહ્યું કે, ખુલ્લામાં નાથૂરામ ગોડસેની તસવીર નહીં લઈ જઈ શકો. ત્યારબાદ પોલીસે ફોટો લઈને કાગળમાં પેક કરી દીધો. ઉલ્લેખનીય છે કે, હિન્દુ મહાસભાના પદાધિકારી આ કાર્યક્રમ ગ્વાલિયરના દૌલતગંજમાં કરવા જઈ રહ્યા હતા. રોડ વચ્ચે નાથૂરામ ગોડસેની તસવીર સાથે જઈ રહેલા કાર્યકર્તાઓને પોલીસ રોકવા પહોંચી તો, ખેંચતાણ થવા લાગી.

પોલીસે હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓને કહ્યું કે, ગોડસેની તસવીર ખુલ્લામાં નહીં લઈ જઈ શકો, બંધ કરીને લઈ જાઓ. ત્યારબાદ ગોડસેની તસવીરને એક દુકાન સામે કાગળથી ઢાંકી દેવામાં આવી. આ બાબતને લઈને કોંગ્રેસના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહ રાજાવતે કહ્યું કે, કર્ણાટકની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર આવવા પર હિન્દુ મહાસભાને બેન કરી દેવામાં આવે. તેના માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નેતા પ્રતિપક્ષ અજય સિંહ રાહુલ ભૈયાને આવેદન આપ્યું છે.

તો કોંગ્રેસની બેન કરવાની બાબતે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જયવીર ભારદ્વાજે કહ્યું કે, કોંગ્રેસના જે નેતાએ આ વાત કહી છે તેમણે પોતાના મગજની તપાસ કરાવવી જોઈએ. હિન્દુ મહાસભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે નાથૂરામ ગોડસેની મૂર્તિ આખા દેશમાં લગાવવાની મંજૂરી આપવામાં આવે. હુજરાત કોતવાલી ગ્વાલિયર પોલીસ સ્ટેશનના પ્રભારી દામોદર ગુપ્તાએ કહ્યું કે, આજે કેટલાક લોકો દ્વારા ગોડસેનો જન્મદિવસ મનાવવાની જાણકારી મળી હતી.

તેને લઈને અમે ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા છીએ. સાર્વજનિક જગ્યાએ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવા દેવામાં નહીં આવે. અંગત રીતે કાર્યક્રમ પોતાના ઘરમાં કરે છે તો કરે. જાણકારી મળી હતી કે, મોહલ્લામાં આ લોકો કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન એક વ્યક્તિના હાથમાં તસવીર હતી, લોકો તેની પાછળ દોડી રહ્યા હતા. કોઈ પ્રકારનો વિવાદ ન થાય આ કારણે તસવીર ઢંકાવી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp