ભાભી-ભત્રીજી સાથે દિયરનો આપઘાત, ત્રણેય પાણીની ટાંકીમાં કૂદી ગયા, સ્ટેટસ મૂક્યુ..

PC: twitter.com

બાડમેરમાં એક પરિણિત મહિલાએ પોતાની 3 વર્ષની દિકરી અને દિયર સાથે ઘરમાં જ બનેલી પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. સુસાઇડમાં પહેલા દિયરે ભાભી અને ભત્રીજી સાથે એક વ્હોટ્સએપ સ્ટેટસ પણ લગાવ્યું. તેમાં ત્રણેની સામે રડતી ઇમોજી લગાવી હતી. પોલીસની પ્રારંભિક તપાસમાં પ્રેમ પ્રસંગની વાત સામે આવી છે. ઘટનાની સૂચના મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ત્યાર પછી તેના ઘર વાળાની હાજરીમાં રવિવારે સવારે મૃતદેહ ટાંકીની બહાર કાઢવામાં આવ્યા.

આ ઘટના બાડમેર જિલ્લાના સદર પોલીસ મથક ડૂંગેરો સિવાય તલા ગામની છે. પોલીસ અનુસાર, ડૂગેરોના તલાના રહેવાસી દેવુ, પત્ની જગદીશ, દિકરી લલિતા અને ખેમારામ પુત્ર ચુરારામ શનિવારે રાતે લગભગ 9 વાગે ટાંકીમાં કૂદી ગયા. ત્રણે ઘરેમાં ન હોવાની શંકા થતા પરિવારના લોકોએ તેમની તલાશ શરૂ કરી. આ દરમિયાન ટાંકીની બહાર ચપ્પલ દેખાતા શંકા પડી. ત્યાર પછી ત્રણેના મૃતદેહ ટાંકીમાંથી મળી આવ્યા.

રાત થવાના કારણે ત્રણેના મૃતદેહ બહારને બહાર ન કઢાયા. રવિવારે અન્ય પરિવારના લોકોના આવ્યા પછી ત્રણેના મૃતદેહો ટાંકીની બહાર કઢાયા. હાલ ત્રણેના મૃતદેહોને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. પોલીસની પ્રારંભિક તપાસ સામે આવતા ખબર પડી કે પરિણિતા સાથે તેના પતિના ભાઇ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. તેના કારણે પરિણિતાએ દિકરીને લઇને તેના દિયર સાથે આત્મહત્યા કરી લીધી. પરિણિતાનો પતિ જગદીશ રાજકોટની ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. 4 વર્ષથી ગુજરાતમાં રહી રહ્યો છે. વધારે સમય તે ત્યાં જ રહેતો હતો. જ્યારે, મૃતક ખેમારામ ડ્રાઇવિંગનું કામ કરતો હતો.

જાણકારી અનુસાર, મૃતક ખેમારામ શનિવારે સવારે જ ઘરે આવ્યો હતો. સુસાઇડ પહેલા મૃતકે વ્હોટ્સએપ પર સ્ટેટસ લગાવ્યું હતું. તેમાં ત્રણે મૃતક સાથે દેખાઇ રહ્યા છે. સાથે જ રડતી એમોજી લગાવી રાખી છે. પરિવાર જનોએ વિચાર્યું કે, આ રીતે સ્ટેટસ કેમ લગાવ્યું. તેથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી. ત્યાર પછી મૃતદેહ મળ્યા. DSP આનંદસિંહે કહ્યુંકે, જાણકારી મળ્યા પછી ઘટના સ્થળ પર પહોંચ્યા. રિપોર્ટ અનુસાર, આગળની કર્યવાહી કરવામાં આવશે.

બાડમેરના બાળોતરામાં ચાર સંતાનની માતાથી ઘરમાં ઘુસીને રેપ કર્યો. પછી શરીર પર થિનર નાખીને આગ લગાવી દીધી. મહિલા જીવ બચાવવા માટે બૂમ પાડતી રહી. મહિલા એટલી સળગી ગઇ હતી કે ચામડી પણ અલગ થઇ ગઇ હતી. બૂમ પાડવાનો અવાજ સાંભળીને જ્યારે પરિવાર ઘટના સ્થળ પર પહોંચ્યા તો તે 50 ટકા સુધી સળગી ગઇ હતી. ઘરના લોકો હોસ્પિટલ લઇ ગયા, પણ મહિલાને બચાવી ન શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp