છાપેમારી કરવા ગયેલી પોલીસને ગ્રામજનોએ દોડાવી દોડાવીને મારી, SP સહિત 12 ઇજાગ્રસ્ત

PC: bhaskar.com

છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં છાપેમારી કરવા ગયેલી પોલીસ અને આબકારી ટીમને ગ્રામજનોએ ઘેરીને ઢોર માર માર્યો. આ ઘટનામાં આબકારી વિભાગના SI યોગેશ સોની સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. ઇજાગ્રસ્તોના માથા, હાથ અને પગના ભાગે ઇજા થઇ છે. બધા ઇજાગ્રસ્તોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સિંધનપુરી પોલીસ સ્ટેશન અંતર્ગત નવગાંવમાં પોલીસ અને આબકારી ટીમ ગેરકાયદેસર દારુની બાતમીના આધારે પહોંચી હતી.

આ દરમિયાન ટીમ પર ગ્રામજનોએ હુમલો કરી દીધો. હુમલો એટલી જબરદસ્ત રીતે કરવામાં આવ્યો કે આબકારી અને પોલીસ ટીમને ગ્રામજનોએ દોડાવી દોડાવીને મારી. હાલમાં મારમારીનો નોબત કેમ આવી તેનો ખુલાસો થઇ શક્યો નથી. ગ્રામજનો એટલા આક્રોશિત કેમ થઇ ગયા એ સ્પષ્ટ થઇ શક્યું નથી. આબકારી વિભાગનું કહેવું છે કે બાતમી મળી હતી કે, ગ્રામજનો દ્વારા નવગાંવમાં નદી કિનારો ગેરકાયદેસર મહુડાનો કાચો દારૂ બનાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધાર પર આબકારી ટીમ,  સિંધનપુરી પોલીસ સ્ટેશનની ટીમ અને હોમગાર્ડ જવાન સહિત 12 લોકોની ટીમ ગામમાં પહોંચી હતી. ત્યાં જઇને જોયું તો નદી કિનારે મહુડાનો દારૂ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ટીમે મહુડાનો દારૂ જપ્ત પણ કર્યો, આ બધુ જોઇને ગ્રામજનો અચાનક આક્રોશિત થઇ ગયા અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો. આ દરમિયાન ગ્રામજનોએ પોલીસ અને આબકારી ટીમની ગાડીઓને પણ તોડી દીધી.

ગ્રામજનોના હુમલાથી આબકારી વિભાગના SI યોગેશ સોની, મહિલા હોમગાર્ડ ભુનેશ્વરી ધુર્વે, મુખ્ય અરક્ષક જગદીશ સિંહ લોકનાથ, છોટેલાલ આરમો સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. બધા લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવી દેવામાં આવ્યા છે. DCP બોડલા જગદીશ ઉઇકેએ કહ્યું કે, આ ઘટનાને લઇને સિંધનપુરી પોલીસ સ્ટેશનમાં 20 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ગ્રામજનોએ આ વિષય પર અત્યાર સુધી પોતાનો પક્ષ રાખ્યો નથી. તપાસમાં એ જાણકારી સામે આવશે કે ગ્રામજનોનો હુમલો કરવાનું શું કારણ રહ્યું હશે. ઘટનાની જાણકારી મળતા જ બપોરે 12 વાગ્યે SP ડૉ. લાલ ઉમેંદ સિંહ ફોર્સ સાથે નવગાંવ પહોંચ્યા. હુમલો કરનારા ગ્રામજનોની ઓળખ કરવામાં આવી. હુમલો કરનારાઓની ઓળખ કરવા માટે ટીમ બપોરે 3 વાગ્યા સુધી રહી. આ કેસમાં 20 લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો હોવાની જાણકારી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp