તુનિષા આપઘાત કેસ: શીજાને કહ્યું- મુસલમાન છું એટલે ધરપકડ થઈ, મને ઉર્દુ આવડતી નથી

PC: businesstoday.in

તુનિષા આત્મહત્યા કેસમાં દરરોજ નવી વાત બહાર આવી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શીજાને ઇમોશનલ કાર્ડ રમ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીજાને કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું છે કે જો તે મુસ્લિમ ન હોત તો કદાચ તે બચી ગયો હોત. શીજાને કહ્યુ કે તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે. શીજાને કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

શીજાનના કહેવા પ્રમાણે, તે અને તેની બહેનને ઉર્દુ આવડતું નથી તેથી તેઓ તુનીષાને ઉર્દૂ બોલતા કેવી રીતે શીખવી શકે. શીજાનના વકીલનું કહેવું છે કે તુનિષા સાથેના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચેના સંબંધો સામાન્ય હતા, તેથી તુનિષાની આત્મહત્યા સાથે શીજાનને કોઈ લેવાદેવા નથી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન શીજાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે,શીજાન કે તેની બહેનને ઉર્દુ આવડતું નથી, તો તેઓ તુનિષાને ઉર્દુ કેવી રીતે શિખવી શકે. શીજાન પોતે ડાયરેકટર્સની લખેલી લાઇન વાંચે છે.

જ્યાં સુધી હિજાબની વાત છે તો એક શૂટ દરમિયાન બંનેએ હિજાબ પહેર્યો હતો. આ કેસને લવ જેહાદનો એંગલ આપી દેવામાં આવ્યો છે અને શીજાન મુસલમાન છે એટલે તેની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી અને મોનિકા જાધવ કેસનો સંદર્ભ આપતા તુનિષાના વકીલે કહ્યું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી ઇચ્છે ત્યાં સુધી આરોપીને જામીન આપી શકાય નહીં. તુનીશાના વકીલે જજની સામે કહ્યું છે કે જો શીજાનને જામીન મળે છે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે.તુનિષાના વકીલનું કહેવું છે કે તેમની પાસે આવી 21 પુરાવા  છે જે દર્શાવે છે કે શીજાને તુનિષાનો ઉપયોગ કર્યો હતો અને તેણીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે શીજાનના વકીલે રજૂ કરેલી જામીન અરજીને ફગાવી દીધી છે.

તુનિષાએ 24 ડિસેમ્બરે શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ આત્મહત્યા કર્યાના કલાકો પછી, તેણીની માતાની ફરિયાદના આધારે તેણીના સહ કલાકાર શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી હતી.

આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને શીજાનને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શીજાનની જામીન અરજી પર આજે સુનાવણી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp