NSA અજીત ડોભાલે સુભાષચંદ્ર બોઝ માટે કહ્યું, નેતાજી જીવતા હોત તો...

PC: ptcnews.tv

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે શનિવારે દિલ્હીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેમોરિયલમાં પહેલી સ્પીચ આપી હતી. આ દરમિયાન તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યકિતત્વ વિશે મોટી વાત કરી હતી. NSA ડોભાલે કહ્યું કે, જો નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવતા હતે તો ભારતના ભાગલાં નહીં પડતે.

તેમણે કહ્યું કે, નેતાજીએ પોતાના જીવનમાં અનેક વખત સાહસ બતાવ્યું હતુ અને તેમની અંદર મહાત્મા ગાંધીને પણ પડકાર ફેંકવાની તાકાત હતી.ડોભાલે કહ્યું,પરંતુ તે વખતે મહાત્મા ગાંધી પોતાના રાજકીય જીવનમાં ટોચ પર હતા. એ પછી નેતાજીએ કોંગ્રેસ છોડી દીધી હતી. ડોભાલે આગળ કહ્યુ કે, હું સારા કે ખરાબ એવું નથી કહી રહ્યો, પરંતુ ભારતીય ઇતિહાસ અને દુનિયાના ઇતિહાસના એવા લોકોમાં ઘણી ઓછી સમાનતાઓ હતી જેમનામાં સામા પ્રવાહે તરવાનું સાહસ હતું અને એ સરળ નહોતું.

ડોભાલે કહ્યું કે, નેતાજી એકલા હતા, જાપાન સિવાય તેમનું સમર્થન કરનાર એક પણ દેશ નહોતો. NSAએ કહ્યું, નેતાજીએ કહ્યું હતું કે હું સંપૂર્ણ આઝાદીથી ઓછા માટે સમાધાન નહીં કરું. તેઓ માત્ર આ દેશને રાજકીય તાબેદારીમાંથી મુક્ત કરવા માંગતા ન હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે લોકોની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માનસિકતા બદલવાની જરૂર છે અને તેઓએ આકાશમાં મુક્ત પક્ષીઓની જેમ અનુભવ કરવો જોઇએ.

તેમણે કહ્યું, નેતાજીના મનમાં વિચાર આવ્યો કે હું અંગ્રેજો સામે લડીશ, હું આઝાદીની ભીખ નહીં માંગું. આ મારો અધિકાર છે અને હું મેળવીને રહીશ. ડોભાલે કહ્યું,  સુભાષચંદ્ર બોઝ હતે તો ભારતનું વિભાજન થયું ન હોત. જિન્નાએ કહ્યું હતું કે હું માત્ર એક જ નેતાને સ્વીકારી શકું છું અને તે છે સુભાષચંદ્ર બોઝ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું, મારા મગજમાં વારંવાર એક પ્રશ્ન આવે છે. જીવનમાં, આપણા પ્રયાસો મહત્ત્વ ધરાવે છે કે પરિણામ.

NSAએ કહ્યું, નેતાજીના મહાન પ્રયાસો પર કોઈ શંકા કરી શકે નહીં, મહાત્મા ગાંધી પણ તેમના પ્રશંસક હતા, પરંતુ લોકો ઘણીવાર તમારા પરિણામો દ્વારા તમારો જજ કરે છે. તો શું સુભાષચંદ્ર બોઝના સમગ્ર પ્રયાસો વ્યર્થ ગયા? NSAએ કહ્યું કે, ઈતિહાસ નેતાજી માટે નિર્દયી રહ્યો છે, હું ખૂબ જ ખુશ છું કે વડાપ્રધાન મોદી તેને પુનઃજીવિત કરવા આતુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp