વિપક્ષોને ભેગા કરવા નીકળેલા નીતિશ કુમારને સાથીઓ જ છોડી રહ્યા છે, માઝીએ સમર્થન...

PC: indiatoday.in

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના સંરક્ષક જીતન રામ માંઝીએ નીતિશ કુમારના નેતૃત્વમાં ચાલી રહેલી મહાગઠબંધન સરકાર સાથેનું સમર્થન પાછું લેવા માટે રાજ્યપાલને પત્ર સોંપી દીધો છે. તેમણે કહ્યું કે, તેઓ હવે દિલ્હી જઈ રહ્યા છે અને 2-3 દિવસ ત્યાં રહેશે. આ દરમિયાન તેઓ બહુજન સમાજ પાર્ટી (BSP), કોંગ્રેસ અને NDAના ઘણા નેતાઓને મળી શકે છે. તેમણે માયાવતી, રાહુલ ગાંધી અને અમિત શાહ સાથે મુલાકાત કરવાના સંકેત આપ્યા છે.

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સ્વાસ્થ્યના કારણોથી પણ ત્યાં જઈ રહ્યા છે. હિન્દુસ્તાન આવામ મોરચાના અધ્યક્ષ સંતોષ માંઝીએ મહાગઠબંધન સરકારથી સમર્થન પાછું લેવાની જાહેરાત કરી છે. તેમણે તેના માટે સોમવારે સાંજે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો. જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના મહાગઠબંધન સરકારથી અલગ થયા બાદ સોમવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકરિણીની બેઠક બાદ હિન્દુસ્તાન આવામ પાર્ટીના અધ્યક્ષ અને જીતન રામ માંઝીના પુત્રએ પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધન સરકારથી સમર્થન પરત લેવાની સત્તાવાર ઔપચારિકતા પૂરી કરવાની વાત કહી હતી.

સંતોષ સુમને ગઠબંધનને લઈને પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે, આ નિર્ણય તેમના માટે પડકાર અને પરીક્ષાનો સમય છે. પાર્ટીની ભલાઇ અને તેને વધારવા અને વિસ્તાર માટે જે પણ નિર્ણય હશે તેના પર વિચાર કરીશું. સંતોષ સુમને કહ્યું કે, અત્યારે હાલમાં તેઓ (પાર્ટીના પ્રમુખ નેતા) દિલ્હી જઈ રહ્યા છે અને એવું નથી કે અમે લોકોએ ગઠબંધનને લઈને નિર્ણય કરી લીધો છે. અત્યારે આપણાં વિકલ્પ ખુલ્લા છે.

તેમણે કહ્યું કે, જો NDAના નેતાઓ તરફથી તેમને બુલાવો આવ્યો તો તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ અમે એક થર્ડ ફ્રન્ટની પણ વાત કરીશું. ઘણી બધી અન્ય પાર્ટીઓ, NGO અને સામાજિક વિકાસકર્તાઓ છે. તેમની સાથે પણ અમારી વાત થશે અને તેનું જે પણ પરિણામ હશે તે 3-4 દિવસમાં તમને બતાવી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp