
UPના હમીરપુર જિલ્લાની એક ચોંકાવનારી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક હાથકડી પહેરેલ ગુનેગાર અંગ્રેજી શરાબની દુકાનમાંથી દારૂ ખરીદતો જોવા મળે છે. ત્યાં પોલીસકર્મી તેની પાછળ ઉભો છે. વાયરલ તસવીર પર હમીરપુર પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે, મામલો ધ્યાન પર આવ્યો, ત્યાર પછી SPએ તપાસના ઓર્ડર બહાર પાડ્યા છે. તેમનું કહેવું છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં મામલો જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશનનો છે. CrPC 151 કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસકર્મીઓ તેને લઈ ગયા હતા. હમીરપુર શહેરમાં આવ્યા બાદ આ ગુનેગાર ઈંગ્લીશ દારૂની દુકાન સામે રોકાઈ ગયો અને દારૂ ખરીદવા લાગ્યો. આ દરમિયાન એક પોલીસકર્મી ગુનેગારની સાથે ઊભો હતો.
આ હાથકડી પહેરેલા ગુનેગારની સાથે યુનિફોર્મમાં એક પોલીસકર્મી પણ ઉભો હતો, જે દારૂ ખરીદવામાં મદદ કરી રહ્યો હતો. ત્યારે જ કોઈએ આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું અને તસવીર વાયરલ કરી દીધી. આ તસવીર વાયરલ થયા બાદ પોલીસનો ફજેતો થવા લાગ્યો હતો. સાથે જ આ મામલો SPના ધ્યાને પણ આવ્યો હતો.
હમીરપુર જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિલૌટા ગામનો રહેવાસી ઈન્દલ કુમાર તેના માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરીને હંગામો મચાવી રહ્યો હતો. પુત્રની ગુંડાગીરીથી વ્યથિત છિદ્દુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગામમાં દરોડો પાડી આરોપી ઈન્દલની ધરપકડ કરી હતી. તેને પોલીસ કસ્ટડીમાં સરકારી હોસ્પિટલ હમીરપુર મેડિકલ માટે મોકલવામાં આવ્યો હતો. ગાર્ડ વિનય સિંહ, ગંગાચરણ અને PRD જવાન દેવીદયાલ આરોપીને હાથકડી પહેરાવીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જઈને તેનું મેડિકલ કરાવ્યું હતું.
ગાર્ડ અને PRD જવાન આરોપી ઈન્દલને હથકડીમાં હોસ્પિટલથી SDM કોર્ટમાં લઈ જઈ રહ્યા હતા. જેવા તેઓ કિંગ રોડ પર રસ્તાના કિનારે આવેલી ઇંગ્લીશ દારૂની દુકાન જોતાની સાથે જ આરોપી પોલીસોની સાથે દારૂની દુકાન પર પહોંચી ગયો હતો. હાથકડી પહેરેલા આરોપીને દારૂ લેતા જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ દંગ રહી ગયા હતા. આ દરમિયાન કોઈએ તેની તસવીર ખેંચી અને આજે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. પોલીસના અંધેર કારભારનો આ મામલો સામે આવ્યા પછી કુરારા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
थाना कुरारा क्षेत्र अंतर्गत पीआरडी द्वारा मुलजिम को शराब दिलाने की घटना के संबंध में पुलिस अधीक्षक हमीरपुर द्वारा दी गई बाइट::- pic.twitter.com/dfiVTDp29g
— HAMIRPUR POLICE (@hamirpurpolice) April 28, 2023
પોલીસ કાર્યવાહી પર કાર્યવાહીનો આદેશ આપતા SP દીક્ષા શર્માએ કહ્યું કે, હમીરપુર જિલ્લાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક PRD જવાન ગુનેગારને ફરજ પર લઈ જતી વખતે દારૂ અપાવતો જોવા મળે છે. વાઈરલ થયેલા ફોટોને ધ્યાને લઈને PRD જવાન સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. તપાસમાં જેની પણ બેદરકારી સામે આવશે, તેના આધારે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp