વિદ્યાર્થીઓને નમાઝ વંચાવવાનો આરોપ લાગ્યા બાદ શાળાનો પ્રિન્સિપાલ સસ્પેન્ડ

PC: scroll.in

એક હિન્દુવાદી નેતા દીપક શર્માના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધો છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે શાળામાં વિદ્યાર્થીનોને નમાજ વાંચવા માટે કહેવામાં આવ્યું હતું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વિરોધ પ્રદર્શન બુધવારે થયું હતું અને તેમાં કથિત રૂપે હિન્દુવાદી કાર્યકર્તા અને વિદ્યાર્થીઓના માતા-પિતા સામેલ હતા, જેમણે આરોપ લગાવ્યો હતો કે, બુરખો પહેરવા અને નમાજ માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.

બુધવારે વિરોધ પ્રદર્શન દરમિયાન શર્માના નેતૃત્વમાં ઘણા વાલીઓએ શાળા બહાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. હું ધર્મનિરપેક્ષ નથી, BLS ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ, ચેરમેન અને સ્ટાફ માફી માગે અને બાળકોને હનુમાન ચાલીસા ભણાવો, હિન્દુ ધર્મ બચાવો’ જેવા પોસ્ટર શાળાના ગેટ પર ચોંટાડી દીધા હતા. BLS ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટે આ પ્રકારની કોઈ પણ ગતિવિધિનો ઇનકાર કરતા કહ્યું કે, માત્ર વિશ્વ વારસા દિવસ અને 18 એપ્રિલના રોજ એક વિશેષ સભામાં ઈદ મનાવી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અલગ અલગ ધાર્મિક અને લોકતાંત્રિક સંસ્થાઓની ભૂમિકા ભજવી હતી.

જો કે, હાથરસના SDM આશુતોષનું કહેવું છે કે પ્રિન્સિપાલ સોનિયા મેકફર્સનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. હાથરસના DM અર્ચના વર્માએ શાળા મેનેજમેન્ટ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યો છે. DM તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાને આવ્યું છે કે હાથરસના અલીગઢ રોડ સ્થિત BSL ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને નમાજ વંચાવવામાં આવી, જેથી જેથી માતા-પિતા નારાજ છે. ઘટનાને ગંભીરતાથી જોતા તપાસ જરૂરી છે.

SDM અને હાથરસ જિલ્લા વિદ્યાલય નિરીક્ષકને તપાસ સમિતિનું નેતૃત્વ કરવા અને 5 દિવસની અંદર એક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. બુધવાર દીપક શર્માના નેતૃત્વમાં માતા-પિતા અને દક્ષિણ પંથી નેતાઓના એક ગ્રુપે BLS ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને દાવો કર્યો કે, શિક્ષકો અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પરિસરની અંદર નમાજ વાંચવા માટે મજબૂર કર્યા. પ્રદર્શનકારીઓએ એવો પણ દાવો કર્યો કે, બાળકોને બુરખા પહેરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે.

આરોપોથી ઇનકાર કરતા શાળા મેનેજમેન્ટે કહ્યું કે, તેઓ માત્ર વિશ્વ વરસ દિવસ અને ઈદ મનાવી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ શાળા મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે, 18 એપ્રિલના રોજ એક વિશેષ સભ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમણે ભારતીય તહેવારો બાબતે જાગૃત કરવા માટે સંગીત, નૃત્ય અને નાટકનું આયોજન કર્યું હતું. સભા વિશ્વ વારસા દિવસ અને ઈદની થીમ હતી. વિદ્યાથીઓએ શિવાજી મહારાજ, ફાતિમા શેખ, લોકતંત્રના પ્રતિક, કેથેડ્રલ ચર્ચ, તાજમહલ અને એલિફન્ટા ગુફાઓની ભૂમિકા ભજવી, જેથી બધાને વારસા અને મહાન હસ્તીઓથી અવગત કરી શકાય. તેમણે એ આ પરફોર્મ કર્યું અને ગીત ગયા હતા.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો આ સોંગને ફાતિહા કે નમાજનું નામ આપીને ભરમાવવાનો પ્રયાસ કર્યો અને ખોટી અફવા ફેલાવી. એવું જરાય નથી. શાળા આ વાતથી પૂરી રીતે ઇનકાર કરે છે. આ બધુ કેટલાક લોકો દ્વારા શાળાની છબી ખરાબ કરવાના ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું. શાળામાં એવું કશું જ થયું નથી. આ શાળાની વિશેષ સભામાં આયોજિત એક સામાન્ય કાર્યક્રમ હતો. મેનેજમેન્ટે પ્રિન્સિપાલ સોનિયા મેકફર્સનને તાત્કાલિક પ્રભાવથી પદ પરથી સસ્પેન્ડ કરી દીધી છે. શાળાની એક આંતરિક સમિતિ અને પ્રશાસનિક સમિતિની રચના કરવામાં આવી છે જે ઘટના સંબંધમાં પોતાની તપાસ રિપોર્ટ પ્રસ્તુત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp