એક સાથે 51000 લોકોના હનુમાન ચાલીસાના અઢી લાખથી વધુ પાઠ, 182 દેશમાં સીધું પ્રસારણ

PC: amarujala.com

ઈન્દોરે ફરી એક વખત ઇતિહાસ રચી દીધો દીધો છે. પિતૃ પર્વત પર શનિવારે સાંજે 51 હજાર લોકોએ હનુમાનજીની વિશાળ પ્રતિમા સામે બેસીને હનુમાન ચાલીસાના અઢી લાખ કરતા વધુ પાઠ કર્યા છે. આ આયોજનનું સીધું પ્રસારણ 182 દેશોમાં કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શ્રીશ્રી રવિશંકર પણ સામેલ થાય હતા. આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર માટે જાણીતું ઈન્દોર શહેર હંમેશાં નવાચાર કરવામાં અગ્રેસર રહે છે. આ કડીને આગળ વધારતા ઈન્દોર શહેરે ફરી એક વખત ઇતિહાસ રચી દીધો છે.

આ વખત આધ્યાત્મિક ઊર્જાથી તરબોળ કરી દેનારો કાર્યક્રમ અહલ્યાની પાવન નગરી ઈન્દોરના પિતૃ પર્વત હનુમાનજીની વિશાળ મૂર્તિ સામે વિશાળ હનુમાન ચાલીસના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મહામંડળેશ્વર અને સંત સામેલ થાય હતા.

તો હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત દેશના પ્રસિદ્ધ સિંગર સુરેશ વાડકરે કરી, જેનો સાથ જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આપ્યો હતો. આ કાર્યક્રમ શનિવારે સાંજે કરવામાં આવ્યો હતો, જેને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરના સાંનિધ્યમાં 51 હજાર લોકોએ એક સાથે શ્રી હનુમાન ચાલીસાના અઢી લાખ પાઠ કર્યા.

તેનું સીધું પ્રસારણ 182 દેશોમાં કરવામાં આવ્યું, જ્યાં આર્ટ ઓફ લિવિંગ કાર્યરત છે. આ આયોજનને લઈને કૈલાશ વિજયવર્ગીય પોતે જોડાયા હતા. આ વિશાળ આયોજન માટે પિતૃ પર્વત પર 10 ઝોન બનાવવામાં આવ્યા હતા. આ બધા ઝોનોના નામ રામાયણના અલગ-અલગ ચરિત્રોના નામ જેમ કે સીતા, ભરત, લક્ષ્મણ, દશરથ, માતા કૌશલ્યા વગેરે આપવામાં આવ્યા છે. દરેક ઝોનમાં 5 હજાર લોકોની બેસવાની વ્યવસ્થા ‘જે પહેલા તે વહેલા’ની જેમ કરવામાં આવી છે.

અહી આવનારા હનુમાન ભક્તો માટે લગભગ 60 હજાર ભોજન પ્રસાદી પેકેટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વૃદ્ધો માટે અલગથી ખુરશીઓ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાના પાઠના અવસરને સંબોધિત કરતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મને આજના યુવાનોમાં વિકૃતિ નજરે પડી રહી છે. મોટા ભાગના યુવાનો કોઈક ને કોઈક પ્રકારનો નશો કરવા લાગી જાય છે. અમે યુવાઓને નશાથી દૂર રાખવા માટે આ આયોજન કરી રહ્યા છીએ. આ પ્રકારના આયોજનોથી યુવાઓના મનમાં ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના જાગે છે.

આગામી સમયમાં સંતોના સાનિધ્ય આપણે સંકલ્પ લઈશું કે, દરેક મોહલ્લામાં એક હનુમાન ચાલીસા ક્લબ બને અને લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે. કૈલાશ વિજયવર્ગીયએ મંચ પરથી લોકોને પૂછ્યું કે, શું તમે સંકલ્પ લેવા તૈયાર છો? આપણે યુવાઓને નશાથી દૂર કરવા માટે સકારાત્મક એનર્જીથી જોડીશું. હનુમાનજી એક પાવર હાઉસ છે, જ્યારે યુવાઓ પાવર હાઉસ સાથે જોડાઈ જશે અને ભક્તિના નશામાં ડૂબી જશે તો બહારનો નશો નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp