હનુમાનજીનો ડ્રોનનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર જુઓ શું કહી રહ્યા છે લોકો

PC: indiatoday.in

21મી સાદીને ટેક્નોલોજીમાં નવા અવિષ્કારોની સદી કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં AI, MLથી લઈને ડ્રોન જેવા ઘણા નવા આવિષ્કાર અને ટૂલ સામે આવ્યા છે. આ આવિષ્કારો કે ટૂલ્સ સાથે કોઈ ધાર્મિક પ્રયોગ થઈ જાય છે તો વિજ્ઞાન અને ધર્મ વચ્ચે બહેસ છેડાઈ જાય છે. આ સમયે એવું જ થઈ રહ્યું છે. વિજ્ઞાનથી બનેલા ડ્રોનમાં કોઈએ હિન્દુ દેવતા હનુમાનની મૂર્તિને ફિક્સ કરી દીધી. પછી શું બધાએ પોતાની આંખોથી હનુમાનને ઉડતા જોયા.

https://khabarchhe.com/uploads/mc_path/169839998303.jpg

વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં હનુમાનને ડ્રોન સાથે જોડીને ઉડતા દેખાડવામાં આવ્યા છે, પરંતુ સાથે જ વાત થઈ રહી છે, વૈજ્ઞાનિક આવિષ્કાર અને ધર્મની. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો છત્તીસગઢના અંબિકાપુરનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ડ્રોનને હવામાં ઊડતો દેખાડવામાં આવ્યો છે. આ ફૂટેજ દશેરા સમારોહ દરમિયાન કેપ્ચર કરવામાં આવી હતી. તેમાં ડ્રોનને હનુમાનની મૂર્તિ સાથે જોડીને આકાર આપવામાં આવ્યો છે.

હાલમાં ડ્રોન પોતાનું કામ કરી રહ્યો છે. તેને ઉડાણ માટે બનાવવામાં આવ્યો છે. તે ઊડી રહ્યો. સાથે જ લાગેલી હનુમાનની આકૃતિ પણ ઊડી રહી છે. વીડિયો વાયરલ થયો તો લોકો ઘણા પ્રકારની વાતો કરવા લાગ્યા. સંતોષ યાદવ નામના એક X યુઝરે લખ્યું કે, ‘વિજ્ઞાનથી જ ધર્મનું કામકાજ પણ ચાલી રહ્યું છે.’ શાલિની કલા નામની એક મહિલાએ ભારતને વિશ્વ ગુરુ બતાવતા લખ્યું કે, ‘મતલબ પુરાતન ભારતમાં ડ્રોન ટેક્નોલોજી પણ હતી. વિશ્વ ગુરુ હતા આપણે.’

સુનિલ કુમાર નામના યુઝરે લખ્યું કે, ‘હજુ કેટલો વિકાસ જોઇએ છે હવે, તો ભગવાનને પણ ઉડવા માટે વિજ્ઞાનનો સહારો લેવો પડે છે.’ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લઈને લોકોએ અલગ-અલગ પ્રકારની વાતો કહી છે. કોઈએ દેશની ટેક્નોલોજીમાં વિકાસની વાતો કહી. તો કોઈ ધર્મની વાત કરતું દેખાયુ. અહી સુધી કે ઘણા લોકો તો સામાન્ય જિંદગીની જેમ સાયન્સ અને ધર્મ વચ્ચે બેલેન્સ બેસાડતા નજરે પડ્યા. ખેર તમારું શું માનવું છે આ મામલે?

https://khabarchhe.com/uploads/mc_path/169839998302.jpg

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp