આ છે ભારતનું સૌથી સુખી રાજ્ય, સ્ટડીમાં દાવો

PC: financialexpress.com

ફિનલેન્ડ દુનિયાનો સૌથી વધુ ખુશ દેશ છે. આવો જ એક હેપ્પીનેસ સર્વે આપણા દેશમાં પણ કરવામાં આવ્યો છે, જેમા મિઝોરમને દેશનું સૌથી ખુશ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે જેને ગુરુગ્રામ સ્થિત મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટમાં સ્ટ્રેટજીના પ્રોફેસર રાજેશ કે પિલ્લાનિયાએ કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ રાજ્ય જે ભારતનું બીજું રાજ્ય છે જેણે 100 ટકા સાક્ષરતા હાંસલ કરી છે. પોતાના રાજ્યના વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિકાસની તક આપે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મિઝોરમ હેપ્પીનેસ ઇન્ડેક્સ 6 માપદંડો પર આધારિત છે. તેમા પરિવારના સંબંધો, કામ સંબંધિત મુદ્દા, સામાજિક અને લોકોના હિતના મુદ્દા, ધર્મ, ખુશી પર કોવિડ 19ની અસર, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મિઝોરમ આઇજોલમાં ગવર્નમેન્ટ મિઝો હાઈસ્કૂલના એક વિદ્યાર્થીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે, તે જ્યારે નાનો હતો ત્યારે તેના પિતાએ પોતાના પરિવારને છોડી દીધો હતો. તેમ છતા, તે આશાવાદી રહે છે અને પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરે છે. તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની આશા કરે છે અથવા સિવિલ સેવા પરીક્ષામાં સામેલ થવા માંગે છે.

આ જ રીતે, GMHCમાં ધોરણ 10નો વિદ્યાર્થી રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાં સામેલ થવાની ઈચ્છા ધરાવે છે. તેના પિતા એક ડેરીમાં કામ કરે છે અને તેની માતા એક ગૃહિણી છે. બંને પોતાની સ્કૂલના કારણે પોતાની સંભાવનાઓને લઇને આશાન્વિત છે.

એક વિદ્યાર્થીએ કહ્યું, અમારા ટીચર અમારા સૌથી સારા ફ્રેન્ડ છે, અમે તેમની સાથે કંઈ પણ શેર કરવાથી ડરતા કે શરમાતા નથી. મિઝોરમમાં શિક્ષક નિયમિતરીતે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને મળે છે જેથી તેમની કોઈપણ સમસ્યાનું સમાધાન કરી શકાય. મિઝોરમની સામાજિક સંરચના પણ અહીંના યુવાનોની ખુશીમાં યોગદાન કરે છે. એક પ્રાઇવેટ સ્કૂલ એબેન-એઝર બોર્ડિંગની શિક્ષિકા સિસ્ટર લાલરિનમાવી ખિયાંગ્તેનું કહેવુ છે, આ ઉછેર છે જે યુવાઓને ખુશ કરે છે કે નથી કરતી. આપણે એક જાતિવિહીન સમાજ છીએ. સાથે જ, અહીં ભણતર માટે માતા-પિતાનું પ્રેશર પણ ઓછું છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, લિંગની પરવાહ કર્યા વિના મિઝો સમુદાયનો દરેક બાળક જલ્દી કમાણી કરવાનું શરૂ કરી દે છે. તેમા કહેવામાં આવ્યું છે, કોઈપણ કામ નાનુ નથી માનવામાં આવતું અને યુવાઓને સામાન્યરીતે 16 અથવા 17 વર્ષની ઉંમરની આસપાસ રોજગાર મળી જાય છે. તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને છોકરીઓ અને છોકરાની વચ્ચે કોઈ ભેદભાવ નથી થતો.

મિઝોરમમાં તૂટેલા પરિવારોની સંખ્યા વધુ છે પરંતુ, સમાન પરિસ્થિતિઓમાં ઘણા સાથિઓ, કામકાજી માતાઓ અને નાની ઉંમરથી જ નાણાકીય સ્વતંત્રતા હોવાનો મતલબ છે કે બાળકો વંચિત નથી. ખિયાંગ્ટેએ પૂછ્યું, જ્યારે પુરુષ અને મહિલાઓને એકબીજા પર નિર્ભર થવાને બદલે પોતાનું જીવન વ્યતિત કરતા શિખવવામાં આવે છે. તો એક કપલે અસ્વસ્થ સંબંધમાં એક સાથે શા માટે રહેવુ જોઈએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp