સ્ટંટબાજ યુવકોને પોલીસે 77 હજારનો દંડ ફટકાર્યો, ભાજપ નેતા પણ સામેલ

PC: jagran.com

ઉત્તર પ્રદેશમાં આવેલા હાપુડના ધૌલાનાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપના આગેવાનો સહિત કેટલાક યુવકો બે કાર, બે બાઇક પર રીલ બનાવીને સ્ટંટ કરતા હતા. આ અંગે કડક કાર્યવાહી કરતા પોલીસે 77 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાપુર SP અભિષેક વર્માએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટંટ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

UPના હાપુડ જિલ્લાના ધૌલાનાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપના આગેવાનો સહિત કેટલાક યુવકો બે કાર, બે બાઇક પર રીલ બનાવીને સ્ટંટ કરતા હતા. આ બાબતની નોંધ લેતા પોલીસે કડક કાર્યવાહી કરી તમામ વાહનોના રૂ.77,000ના ચલણ ફટકાર્યા હતા.

વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસમાં ખબર પડી કે વીડિયોમાં દેખાઇ રહેલો યુવક મજીદપુરા વિસ્તારનો છે. પોલીસે કાર માલિકને સ્ટંટ માટે 20,000ની દંડની રસીદ ફાડી હતી. જ્યારે અન્ય એક કારમાં સવાર યુવકો સ્ટંટ કરી રહ્યા હતા. કારનો માલિક દિલ્હીનો હતો. પોલીસે તેના માટે 14.500 રૂપિયાની દંડની રસીદ ફાડી હતી. સપનાવતનો રહેવાસી  BJP નેતા બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો, પોલીસે તેને પણ 14,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

SP હાપુર અભિષેક વર્માના માર્ગદર્શન હેઠળ હાપુડ જિલ્લામાં ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસને ખબર પડી કે કેટલાક યુવકોએ સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો છે. એક આરોપી હાથ છોડીને ગીતની ટ્યુન પર સ્ટંટ કરી રહ્યો હતો. આ સિવાય અન્ય એક બાઇકનું ચલણ કાપવામાં આવ્યું હતું. આ સાથે અભિષેક વર્માએ જિલ્લાના રહેવાસીઓને અપીલ કરી છે કે આવી સ્ટંટ બાજી કોઇ ન કરે. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ તો થઇ ઉત્તર પ્રદેશના હાપુડની વાત, પરંતુ દેશના મોટાભાગના શહેરોમાં બાઇક પર સ્ટંટ કરનારા હજારો યુવકો છે. જ્યારથી સોશિયલ મીડિયા એક્ટીવ થયું છે ત્યારથી સોશિયલ મીડિયામાં વીડિયો કે રીલ બનાવવાના ચક્કરમાં યુવાનો જોખમી રસ્તા પર સ્ટંટ કરવાના કિસ્સા વધ્યા છે. પણ યુવાનો એ વાત સમજતા નથી કે તેમની મજા કોઇના માટે સજા બની જતી હોય છે. તમારા સ્ટંટના ચક્કરમાં નિદોર્ષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. પોલીસે જાહેર માર્ગો પર સ્ટંટ કરતા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp