આ રાજ્યની 50 પંચાયતોનું ફરમાન, ગામોમાં મુસ્લિમ વેપારીઓ માટે No Entry

PC: abplive.com

હરિયાણાના નૂહમાં 31 જુલાઇએ થયેલી હિંસા પછી રેવાડી, મહેન્દ્રગઢ, ઝજ્જરની 50થી વધારે પંચાયતોએ એક સાથે ફરમાન કર્યું છે કે ગામમાં મુસ્લિમ વેપારીઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે. પંચાયતો તરફથી પત્ર પણ જારી કરવામાં આવ્યો છે. દરેક પત્રમાં સમાન રીતે કહેવામાં આવ્યું છે કે, અમારા હિંદુ ભાઇઓ પર નૂહમાં કરવામાં આવેલા અત્યાતારને ધ્યાનમાં રાખીને બધા ગામોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે અમારા ગામમાં કોઈ પણ મુસ્લિમ સમુદાય અને બદમાશોને કોઈપણ પ્રકારના વ્યવસાય જેવા કે ગામમાં ફેરી લગાવવી, ઢોર ખરીદવા, ગામમાં રહેવા અને અન્ય કોઈપણ કામ માટે પ્રવેશવાની મંજૂરી નથી. એ સાથે પત્રમાં એવો પણ આરોપ લગાવામાં આવ્યો છે કે મુસ્લિમ સમુદાયના લોકો દિવસમાં ગામમાં રેકી કરે છે અને રાતના અંધારમાં ચોરીને અંજામ આપે છે.

સાથે પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય નૂહમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામાજિક સૌહાર્દ બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. અમારો ઇરાદો કોઇ પણ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી.

નારનૌલ (મહેન્દ્રગઢ)ના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનોજ કુમારે જણાવ્યું કે તેમને પત્રોની હાર્ડ કોપી મળીનથી, પરંતુ તેમણે આ પત્રો સોશિયલ મીડિયા પર જોયા છે અને બ્લોક ઓફિસને તમામ પંચાયતોને કારણ બતાવો નોટિસ મોકલવા જણાવ્યું છે.આવા પ્રકારના પત્રો જારી કરવા કાયદાની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું, આ ગામોમાં લઘુમતી સમુદાયની વસ્તી 2 ટકા પણ નથી. દરેક વ્યક્તિ સદભાવ સાથે રહે છે અને આ પ્રકારની નોટિસ માત્ર તેને વિક્ષેપિત કરશે.

આ પ્રકારનો પહેલા પત્ર સૈયદપુર ગામે જાહેર કર્યો હતો અને તે પછી બાકીના ગામોએ તેનું અનુકરણ કર્યુ હતું. મહેન્દ્રગઢના અટાલી બ્લોકમાંથી 35 પત્રો જારી કરવામાં આવ્યા છે જ્યારે બાકીના ઝજ્જર અને રેવાડીમાંથી જારી કરાયા છે.

આ પહેલા 7 ઓગસ્ટે હરિયાણાના જિંદમાં સાંપ્રદાયિક હિંસા વિરુદ્ધ સદભાવના અને શાંતિ કૂચ કાઢવામાં આવી હતી. આ રેલીમાં સર્વ સમાજના લોકો જોડાયા હતા અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાની માગ કરવામાં આવી હતી. શાંતિ કૂચમાં ખાપોએ જાહેરાત કરી કે ધર્મના નામે વિભાજીત અને લડાવનારા લોકો સામે એક્શન લેવામાં આવશે. સાથે લોકોએ એમ પણ કહ્યુ કે હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ એકતા હેઠળ જ દેશ ચાલશે.

હરિયાણામાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 142 FIR નોંધવામાં આવી છે અને 312 લોકોની ધરપકડ કરવામાં આવી છે.હિંસામાં 6 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp