બહેને કહ્યું-મોબાઇલ છોડ, વાંચી લે, ગુસ્સે થયેલા ભાઇએ ગળુ દબાવીને કરી નાખી હત્યા

PC: bhaskar.com

ઉત્તર પ્રદેશના ફરીદાબાદથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક યુવકે પોતાની બહેનની હત્યા માત્ર એટલે કરી નાખી કે બહેન તેને મોબાઈલનો ઉપયોગ કરતા રોકી રહી હતી. બહેનની હત્યા કરીને ભાઈ મસૂરી આ દેહરાદૂન ફરવા માટે જતો રહ્યો. હત્યાકાંડની તપાસ કરીને પોલીસે હવે આરોપી ભાઈની ધરપકડ કરી લીધી છે. ફરીદાબાદના ભગવાનપુર સ્થિત ઓમ એનક્લેવમાં આરોપી પ્રિયાંશુ (ઉંમર 19 વર્ષ) પોતાના પરિવાર સાથે રહે છે. તેણે પોતાની મોટી બહેન અનન્યા (ઉંમર 22 વર્ષ)નું ગળું દબાવીને હત્યા કરી દીધી.

વાત બસ એટલી જ હતી કે અનન્યા પ્રિયાંશુને મોબાઈલ વધારે ઉપયોગ કરવાની ના પાડી રહી હતી. એ વાત પર ગુસ્સે થઇને પ્રિયાંશુએ પોતાની બહેનની હત્યા કરી દીધી. બહેનની હત્યા બાદ તે ઘટાનસ્થળ પરથી ફરાર થઈ ગયો. મૂળ રૂપે ગોરખપુરના રહેવાસી શ્યામસુંદર પાંડે 26 મેના રોજ પોતાના એક સંબંધીને ત્યાં લગ્નના કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયો હતો. ઘર પર આ દરમિયાન માત્ર તેની દીકરી અનન્યા અને નાનો દીકરો પ્રિયાંશુ હતો. શ્યામસુંદરને મકાન માલિકએ ફોન કરીને કહ્યું કે, તેની દીકરીની તબિયત ખરાબ થઈ ગઈ છે. પ્રિયાંશુ પણ ઘર પર નથી. અનન્યાને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે.

દીકરીની હાલત સાંભળીને પિતા પરિવાર સહિત ફરીદાબાદ પહોંચ ગયો. પહોંચવા પર ખબર પડી કે દીકરીનું મોત થઈ ચૂક્યું છે, ત્યારબાદ તેણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસ તપાસ બાદ હવે આ કેસમાં અનન્યાના ભાઈ પ્રિયાંશુની ફરીદાબાદ ઇસ્માઈલપુરથી ધરપકડ કરી છે. પોલીસે તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માગ્યા છે. પોલીસ પૂછપરછમાં પ્રિયાંશુએ સ્વીકાર્યું કે, મોબાઇલના કારણે તેણે બહેનની હત્યા કરી. તેણે કહ્યું કે, માતા-પિતા લગ્નમાં ગયા હતા. ઘર પર હું અને મોટી બહેન અનન્યા હતી. હું વાંચવાનું છોડીને મોબાઈલમાં જોઈ રહ્યો હતો. તેના પર અનન્યા વારંવાર ટોકટોક કરતી હતી.

હત્યાના દિવસે પણ અનન્યાએ મોબાઇલના કારણે તેને ફટકાર લગાવી હતી. અનન્યાએ કહ્યું કે, મોબાઈલ છોડીને વાંચી લે, તેનાથી તેને ગુસ્સો આવી ગયો અને તેણે અનન્યાનું ગળું દબાવી દીધું. બહેન મૃત્યુ પામી. ત્યારબાદ હું ડરી ગયો. મેં પોતાને બચાવવ માટે યોજના બનાવવાની શરૂ કરી દીધી. મેં વિચાર્યું કે અહીંથી ભાગી જઈશ અને ઘર બહાર હોવાના કારણે કોઈ મારા પર શંકા નહીં કરે. આ કારણે તે ઘરથી પહેલા ઉત્તરાખંડના દેહરાદૂન અને પછી મસૂરી ગયો. થોડા દિવસ તે છુપાઈ રહ્યો અને ત્યારબાદ ઇસ્માઈલપુર આવી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp