મા પોતાની દીકરીઓ સાથે ચલાવી રહી હતી સેક્સ રેકેટ, પોલીસવાળા જ ગ્રાહક બનીને ગયા

PC: indianewsharyana.com

હરિયાણાના અંબાલા કેન્ટમાં પોલીસે મા-દીકરીઓ દ્વારા પોતાના મકાનમાં ચલાવવામાં આવી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ન્યૂ દયાલ બાગ કોલોનીમાં રેડ પાડીને મા-દીકરીઓ અને દલાલ ઉપરાંત ધંધામાં સામેલ 8 યુવતીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે. જોકે, કાર્યવાહી દરમિયાન એક મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

પોલીસની ટીમને ગુપ્ત સૂચના મળી હતી કે, ન્યૂ દયાલ બાગમાં ન્યૂ મેરી ગોલ્ડ સ્કુલની પાસે મહિલા પોતાની બે દીકરીઓ સાથે મળીને બહારથી 8થી 10 યુવતીઓને બોલાવીને પોતાના મકાનોમાં સેક્સ રેકેટ ચલાવે છે. મહેશ નગર પોલીસ સ્ટેશનમાં SHO રામપાલની ફરિયાદ પર મા અને તેની બે દીકરીઓ તેમજ દલાલને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સૂચનાના આધાર પર પોલીસે HC જસબીર સિંહ, સુરક્ષા એજન્ટ અમરજીત તેમજ હેડ કોન્સ્ટેબલ દલેલ સિંહને બોગસ ગ્રાહક બનાવીને 500-500 રૂપિયા આપીને મોકલ્યા હતા. ત્રણેય પોલીસ કર્મચારી મા અને દીકરીઓના અલગ-અલગ મકાનમાં ગયા અને યુવતીની ડિમાન્ડ કરી. જ્યારે આરોપીઓએ યુવતી ઉપલબ્ધ કરાવી તો SHOએ પોતાના મોબાઈલ નંબર પર મિસ કોલ મળવા પર તરત જ રેડ કરી દીધી હતી અને આ તમામને રંગે હાથ ઝડપી લીધા હતા.

પોલીસે DSP અનિલ કુમાર અને મહેશ નગર પોલીસ સ્ટેશનના હેડ રામપાલ સિંહની આગેવાનીમાં તરત જ રેડ કરી. આ દરમિયાન મા અન તેની બે દીકરીઓ ઉપરાંત પંજાબના ગામ સોહડા, હિમાચલના સોલન, નેપાળની ત્રણ, યુપીના ગામ મિર્ઝાપુરની બે અને અંબાલા કેન્ટની એક મહિલા તેમજ સેક્ટર -7 અંબાલા સિટી નિવાસી વિકાસ વર્માને કાબૂ કર્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, ન્યૂ દયાલ બાગ નિવાસી મહિલા તેની બે દીકરીઓ સેક્ટર-7 અંબાલા સિટી નિવાસી વિકાસ વર્મા સાથે મળીને આ ધંધો ચલાવી રહી હતી. મહિલાની એક દીકરી ઘટના સ્થળેથી તકનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી પરંતુ, પોલીસ આરોપી મહિલાની ધરપકડ માટે શોધખોળ કરી રહી છે. પોલીસે ન્યૂ દયાલ બાગ નિવાસી મા-દીકરી તેમજ સેક્ટર-7 અંબાલા સિટી નિવાસી વિકાસ વર્માની ધરપકડ કરતા તેમની વિરુદ્ધ ધારા 3, 4, 5, 6 અનૈતિક દુર્વ્યપાર (નિવારણ) અધિનિયમ, 1956 તેમજ ધારા 370 અંતર્ગત કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp