હરિયાણામાં હિંસાઃ 20 FIR, 15 કંપનીઓ તૈનાત અને ધારા 144 લાગૂ

PC: hindustantimes.com

હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં સોમવારે વિશ્વ હિંદૂ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની તરફથી કાઢવામાં આવેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હંગામો થઇ ગયો હતો. ઉપદ્રવીઓએ ઘણી ગાડીઓને આગમાં હોમી દીધી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના ડીસીપી વિરેન્દ્ર બિજ અનુસાર, નૂહમાં થઇ રહેલી હિંસાની વચ્ચે 3 લોકોના મોત થયા છે. તો 7 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા પછી રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એલર્ટ કરવામાં આવ્યું છે. 20 FIR દાખલ કરી ઘણાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નૂહમાં હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

15 કંપનીઓ CRPF અને એક RAF તૈનાત

નૂંહ અને સોહના અને આસપાસના જિલ્લાઓમાં પોલીસફોર્સની તૈનાતી કરી દેવામાં આવી છે. 15 કંપનીઓ સીઆરપીએફ અને એક આરપીએફની તૈનાતી કરી દેવામાં આવી છે. વીડિયો ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા હિંસા કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. હિંસામાં સામેલ ઘણાં લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુરુગ્રામમાં શાળા, કોલેજ અને કોચિંગ સેન્ટર સહિત દરેક શૈક્ષણિક સંસ્થાઓ 1 ઓગસ્ટના રોજ બંધ રાખવામાં આવ્યા છે. આની સાથે જ નૂહમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા પછી ત્યાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

હરિયાણાના મેવાત અને સોહનામાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા જોતજોતામાં ગુરુગ્રામ, ફરિદાબાદ સુધી પહોંચી ગઇ. બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. લગભગ 90 ગાડીઓ આગમાં હોમી દેવામાં આવી.

આ તણાવની શરૂઆત નૂહથી શરૂ થઇ. જ્યાં બ્રજમંડળ યાત્રા દરમિયાન બે સમૂહ વચ્ચે ટકરાવ થયો. આ હિંસામાં હોમગાર્ડ સહિત 3ના મોત થયા છે. જ્યારે 10થી વધારે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp