શિવમંદિરમાં ઘેરી લેવાયા હતા 2500 લોકો, લેડી સિંઘમ ગણાતા IPS મમતા સિંહે બચાવ્યા

ગુરુગ્રામમાં, ટોળાએ એક મસ્જિદ પર હુમલો કર્યો, તેના નાયબ ઈમામની હત્યા કરી. આ સાથે હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા શોભા યાત્રાને રોકવાનો પ્રયાસ કરતી વખતે ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. પોલીસના અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

આવી તંગ પરિસ્થિતિમાં નૂહ જિલ્લામાં યાત્રા દરમિયાન હિંસામાં નલ્લાહડ મંદિરમાં ફસાયેલા 2500 લોકોને બચાવવામાં લેડી સિંઘમ  તરીકે જાણીતા  Additional Director General of Police  (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહએ સફળતા મેળવી હતી, તેમની બહાદુરી અને હિંમત ખૂબ પ્રશંસા થઈ રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ તેમની હિંમતની પ્રશંસા કરી અને જણાવ્યું કે કેવી રીતે ADG મમતા સિંહે આ કામ કર્યું.

 

હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું, જ્યારે મંદિરમાં મોટી સંખ્યામાં લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ હતું. જવાબદાર લોકોએ મંદિરની અંદરથી જ મને ગૂગલ લોકેશન મોકલ્યું હતું. જ્યારે મેં પ્રશાસનને આ વાત કહી તો મમતા સિંહે ખૂબ હિંમતથી પોલીસ દળનું નેતૃત્વ કર્યું. તેમણે બધા લોકોને બચાવ્યા.

મેવાતના નલ્લાહડમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. જે શોભાયાત્રા નીકળી હતી તે પહાડોથી ઘેરાયેલા આ મંદિર સુધી જ પહોંચવાની હતી. શોભાયાત્રાના અંતના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો, મોટાભાગે મહિલાઓ અને બાળકો, મંદિર પરિસરની અંદર હાજર હતા. આ તમામ લોકો યાત્રાની અહીં પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે દરમિયાન એક જૂથે સરઘસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

એટલા માટે વહીવટીતંત્રે અહીં સેંકડો લોકોને રાખ્યા હતા.કારણ કે જો તે સમયે લોકો મંદિરમાંથી બહાર આવ્યા હોત તો તેઓ તોફાનીઓનો શિકાર બની શક્યા હોત. મંદિરથી અડધો કિલોમીટર દૂર તોફાનીઓએ સેંકડો વાહનોને આગ ચાંપી દીધી હતી. અન્ય સમુદાયના લોકોને જોઈને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

આ પછી, મંદિરમાંથી લોકોને બહાર કાઢવાનું મિશન શરૂ કરવામાં આવ્યું અને ADGP મમતા સિંહના નેતૃત્વમાં સેંકડો મહિલાઓ, બાળકો અને પુરુષોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

મમતા સિંહ 1996 બેચના IPS ઓફિસર છે. ડોક્ટર બનવા માટે અભ્યાસ છોડીને પોલીસ સેવામાં જોડાઈ ગયેલા મમતા સિંહ કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક છે. IPS મમતા સિંહ  બાબા રામ રહીમની ખાસ ગણાતી હરમનપ્રીત સિંહ સાથેના વ્યવહારને લઈને પણ ચર્ચામાં  રહ્યા હતા.

મમતા સિંહને રાષ્ટ્રપતિ તરફથી મેડલ પણ મળ્યો છે. આ સિવાય માનવાધિકાર આયોગની અનેક તપાસમાં તેમના યોગદાન માટે સુપ્રીમ કોર્ટે પણ મમતા સિંહની પ્રશંસા કરી ચૂક્યું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ADGP મમતા સિંહે કહ્યું કે હિંસાથી નૂહ સૌથી વધુ પ્રભાવિત છે. નૂહની બહાર કોઈ મોટી ઘટના બની નથી. આ મામલે FIR નોંધવામાં આવી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. અમે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.