Video: મહિલાએ રાહુલના લગ્નનો પૂછ્યો સવાલ, સોનિયા ગાંધીએ કહ્યુ-તમે છોકરી શોધી આપો

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોનીપતની ખેડૂત મહિલાઓ સાથેની તેમની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં એક મહિલા સોનિયા ગાંધી સાથે વાત કરતી જોવા મળી રહી છે. તે તેને રાહુલના લગ્ન વિશે સવાલ કરે છે. આના પર સોનિયા તેમને રાહુલ ગાંધી માટે છોકરી શોધવાનું કહે છે અને તે પછી બધા હસવા લાગે છે.
રાહુલ વિડિયો શેર કરવાની સાથે લખે છે, 'મા, પ્રિયંકા અને મારા માટે, કેટલાક ખાસ મહેમાનો સાથે એક યાદગાર દિવસ! સોનીપતની ખેડૂત બહેનોના દિલ્હી દર્શન, તેમની સાથે ઘરે ડિનર, અને ઘણી બધી મનોરંજક વસ્તુઓ. સાથે અમૂલ્ય ભેટો મળી, દેશી ઘી, મીઠી લસ્સી, ઘરે બનાવેલા અથાણાં અને ઘણો બધો પ્રેમ. જે મહિલાઓ ગાંધી પરિવારને મળી હતી, તે એ જ છે જેમને રાહુલ આ મહિનાની શરૂઆતમાં મદીના ગામમાં મળ્યા હતા. તેની સાથે ભોજન કર્યું હતું, તેમને દિલ્હીમાં તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.
રાહુલ ગાંધી 8મી જુલાઈના રોજ મદીના ગામમાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ તેમને કહ્યું હતું કે, અમને દિલ્હી ફરવા લઈ જાઓ, તમારું ઘર બતાવો. જેના પર રાહુલે કહ્યું હતું કે, મારી પાસે તો ઘર નથી. મારું ઘર સરકારે લઈ લીધું છે. આ પછી તેમણે પ્રિયંકા ગાંધીને ફોન કરીને કહ્યું કે, કેટલીક મહિલાઓ તમારા ઘરે આવવા માંગે છે, તમારી સાથે ખાવા માંગે છે. આના પર પ્રિયંકાએ બધાને આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પછી 14 જુલાઈના રોજ લગભગ 43 મહિલાઓ તેના ઘરે પહોંચી હતી.
રાહુલ ગાંધીએ તેમના નિવાસસ્થાને આવેલી મહિલાઓને પૂછ્યું હતું કે, દિલ્હી કેવું લાગ્યું? આ પછી તેણે મહિલાઓ અને છોકરીઓ સાથે વાત કરી. મહિલાઓએ સોનિયા ગાંધી સાથે ડાન્સ પણ કર્યો હતો. હવે કોંગ્રેસ નેતા રૂચિરા ચતુર્વેદીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ખેડૂત સોનિયા ગાંધીનો હાથ પકડીને ડાન્સ કરી રહી છે.
मां, प्रियंका और मेरे लिए एक यादगार दिन, कुछ खास मेहमानों के साथ!
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2023
सोनीपत की किसान बहनों का दिल्ली दर्शन, उनके साथ घर पर खाना, और खूब सारी मज़ेदार बातें।
साथ मिले अनमोल तोहफे - देसी घी, मीठी लस्सी, घर का अचार और ढेर सारा प्यार।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2rATB9CQoz pic.twitter.com/8ptZuUSDBk
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સોનિયા ગાંધીના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર છે અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી રહ્યા છે. સોનિયા ગાંધી પણ આ મહિલાઓ સાથે લંચ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલાઓ પ્રિયંકા ગાંધીને ગળે લગાવતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp