રાહુલે જીત બાદ કહ્યું- દરેક રાજ્યમાં નફરતની દુકાનો બંધ થશે, પહેલી કેબિનેટમાં...

PC: navjivanindia.com

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી જોરદાર જીત તરફ આગળ વધી રહી છે. પાર્ટીના શાનદાર પ્રદર્શન પર સૌપ્રથમ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પ્રેમની ભાષા આ દેશને સારી લાગે છે.' દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રેમની દુકાન ખુલી ગઈ છે અને નફરતની દુકાન બંધ થઇ છે. આ દરમિયાન તેમણે તેમની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું, 'હું કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, કર્ણાટકમાં કામ કરનારા તમામ નેતાઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું. કર્ણાટકની ચૂંટણીમાં, એક તરફ ક્રોની મૂડીવાદીઓની શક્તિ હતી. બીજી તરફ ગરીબ લોકોની શક્તિ હતી અને શક્તિએ તાકાતને હરાવી દીધી છે. દરેક રાજ્યમાં આવું થશે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે ગરીબોના મુદ્દાઓ પર લડ્યા છીએ.' 

રાહુલે કહ્યું, 'મને સૌથી સારી વાત એ ગમ્યું કે અમે આ લડાઈ નફરતથી, ખોટા શબ્દોથી નથી લડી. અમે આ લડાઈ પ્રેમથી, ખુલ્લા દિલથી લડી અને કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશના લોકો પ્રેમને પસંદ કરે છે.' કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ ગઈ છે. પ્રેમની દુકાનો ખુલી ગઈ છે. આ બધાની જીત છે. સૌથી પહેલા આ કર્ણાટકની જનતાની જીત છે.' 

કર્ણાટકની જનતાને આપેલા વચનોનો ઉલ્લેખ કરતા પૂર્વ સાંસદે કહ્યું કે, 'અમે ચૂંટણીમાં કર્ણાટકની ગરીબ જનતાને પાંચ વચનો આપ્યા હતા. મેં મારા ભાષણમાં કહ્યું હતું, ખડગેજીએ તેમના ભાષણમાં કહ્યું હતું, તમામ નેતાઓએ તેમના ભાષણો આપ્યા. મેં કહ્યું હતું કે, અમારી પાસે પાંચ વચનો છે અને અમે આ વચનોને પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટ બેઠકમાં પૂર્ણ કરીશું. હું ફરીથી કર્ણાટકના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું.' 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે શનિવારે જાહેર થયેલી મત ગણતરીમાં કોંગ્રેસ 136 બેઠકોની લીડ સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) 64 બેઠકો પર આગળ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બહાર પડાયેલા તાજેતરના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. 

ચૂંટણી પંચની વેબસાઈટ પર બપોરના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, કોંગ્રેસે 224 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 10 બેઠકો જીતી છે, જ્યારે 126 બેઠકો પર લીડ જાળવી રાખી છે. જ્યારે, શાસક BJPએ 4 બેઠકો જીતી છે, જ્યારે 60 બેઠકો પર લીડ જાળવી રાખી છે. બીજી તરફ, જનતા દળ (સેક્યુલર) એક સીટ જીતી છે અને 19 સીટો પર આગળ છે, જ્યારે અન્ય ચાર સીટો પર આગળ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp