હવનની ફી 1.5 લાખને બદલે 2.5 લાખ થશે: બાબાની જાહેરાત, જેમ ડૉક્ટરને ફી આપો તેમ...
કાનપુરના બિધનુમાં લવકુશ આશ્રમમાં ડૉક્ટરને માર માર્યા બાદ ચર્ચામાં આવેલા કરૌલી બાબા ડૉ. સંતોષ સિંહ ભદૌરિયાએ શુક્રવારે ભક્તોની સામે જાહેરાત કરી કે, તેમના સ્થાન પર એક દિવસના હવનની ફી હવે 2.51 લાખ રૂપિયા થશે. અત્યાર સુધી તેની કિંમત 1.5 લાખ રૂપિયા હતી. કેટલાક ભક્તોનું કહેવું છે કે, બાબાએ ગુસ્સામાં આવું કહ્યું હતું. શુક્રવારે મીડિયાની ટીમે લવકુશ આશ્રમ જઈને તેની સાજ-સજાવટને જોઈ હતી.
શુક્રવારે જ્યારે એક પત્રકારે બાબા દ્વારા લેવામાં આવતી અતિ ભારે ફી અંગે પ્રશ્ન કર્યો, તો તેણે જવાબ આપ્યો કે, લોકો સારવાર માટે ડોક્ટરોને પણ ફી ચૂકવે છે. તેઓ જેમ અસાધ્ય રોગો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તેવી જ રીતે અહીં પણ ફી છે.
દરમિયાન, હોલમાં બેઠેલા 200 જેટલા ભક્તોની વચ્ચે તેમણે માઈક દ્વારા જાહેરાત કરી કે, 1 એપ્રિલથી ઝડપી લાભ માટે એક દિવસના હવનની ફી 2.51 લાખ રૂપિયા રહેશે. અત્યાર સુધી આ ફી 1.51 લાખ રૂપિયા છે.
હવે આશ્રમની અંદર કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી. અન્ય દિવસોની જેમ પ્રવેશદ્વાર પર કોઈ ચેકિંગ થયું ન હતું. અંદર પહોંચ્યા કે તરત જ આખું સામ્રાજ્ય દેખાતું હતું. કાળા કપડા પહેરેલા બાઉન્સરો દરેક જગ્યાએ ફરતા જોવા મળ્યા હતા. એક મોટા હોલમાં જ્યાં બાબા તેમના ભક્તોને દીક્ષા આપી રહ્યા હતા, ત્યાં લગભગ 20 બાઉન્સર બાબાની આસપાસ ઉભા જોવા મળ્યા. 15 બાઉન્સર હોલની બહાર પણ ઉભા રહેલા જોવા મળ્યા હતા. જ્યારે, બાબાના ત્રણ લક્ઝરી વાહનો (ત્રણ કરોડની કિંમતની લેન્ડ રોવર ડિફેન્ડર) શુક્રવારે આશ્રમમાં બનેલા ગેરેજમાં નહોતા.
આશ્રમમાં ખાણીપીણીની ચીજવસ્તુઓથી લઈને ડેકોરેશન સુધીની વસ્તુઓનું પણ વેચાણ થઈ રહ્યું છે. આશ્રમમાં દેશી ગાયનું ઘી રૂ.1800 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાબાના આશ્રમમાં કે તેની આસપાસ ક્યાંય પણ ગૌશાળા નથી, જ્યાંથી આટલું બધું દૂધ આવતું હોય.
આ ઉપરાંત ઓર્ડર આપવા પર બંસી ઘઉંનો લોટ 275 રૂપિયામાં પાંચ કિલો, મલ્ટી ગ્રેન લોટ 400 રૂપિયામાં પાંચ કિલો, અડધો લિટર ગુલાબજળ 230 રૂપિયામાં, ઉપટાન ફેસ પેક રૂ. 150 અને બટાકાનો ફેસ પેક રૂ. 225માં વિગેરે આશ્રમમાંથી વેચાય છે. જો કે આટલી બધી પ્રોડક્ટ કઈ ફેક્ટરીમાંથી આવે છે તે કોઈને ખબર નથી.
નોઈડાના ડો.સિદ્ધાર્થ અને કરૌલી સરકાર વચ્ચેનો વિવાદ TV ચેનલો સુધી પહોંચ્યો હતો. હાલમાં જ એક ન્યૂઝ ચેનલમાં બાબા અને ડૉ. સિદ્ધાર્થ વચ્ચે ડિબેટ કરાવાઈ હતી, જેમાં બંનેએ એકબીજાની વિરુદ્ધમાં ઘણું બધું કહ્યું હતું. શુક્રવારે બાબાના સેંકડો ભક્તોએ બિધાનુ પોલીસ સ્ટેશનથી રાષ્ટ્રપતિને એક અરજી લખીને ડૉ. સિદ્ધાર્થ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભક્તોએ જણાવ્યું કે, ચેનલમાં ચર્ચા દરમિયાન ડો. સિદ્ધાર્થે બાબા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી.
સૂત્રોએ જણાવ્યું કે, વર્ષ 2020માં, કોવિડ સમયગાળાથી બાબાના આશ્રમમાં આવનારા ભક્તોની સંખ્યા 100 થી 500ની વચ્ચે હતી. લોકડાઉન દરમિયાન, બાબાએ પોતાની યુટ્યુબ ચેનલ બનાવી, જેમાં તેમનો ચમત્કાર જોઈને અચાનક જ દેશ-વિદેશના સબસ્ક્રાઈબર્સની સંખ્યા ચાર લાખને વટાવી ગઈ. હવે આશ્રમમાં આવનારા લોકોની સંખ્યા એક હજારથી લઈને અઢી હજાર સુધીની થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp