લાશ સાથે સેક્સ રેપ નથી! કાયદાની આ છટકબારીના કારણે બચી ગયો એક હેવાન
પહેલા યુવતીની હત્યા પછી, તેની લાશ સાથે સેક્સ. નીચલી કોર્ટે હત્યા અને રેપનો દોષી જાહેર કર્યો. સજા આપી, દંડ ફટકાર્યો. પરંતુ, 8 વર્ષ બાદ હવે કર્ણાટક હાઈકોર્ટે તેને મર્ડરનો દોષી તો માન્યો પરંતુ, રેપ કેસમાં છોડી મુક્યો. કારણ છે કાયદામાં અસ્પષ્ટતા. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કાયદા પ્રમાણે શવને વ્યક્તિ ના માની શકાય. આથી, રેપ સાથે સંકળાયેલી IPCની ધારા 376 આરોપી પર લાગૂ નથી થતી. ધારા 375 અને 377 અંતર્ગત પણ શવને માનવ અથવા વ્યક્તિ ના માની શકાય.
કોર્ટે ભલે આરોપીને રેપ કેસમાં છોડી મુક્યો પરંતુ, કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તે 6 મહિનાની અંદર IPCની ધારા 377માં બદલાવ કરે અને માનવ શવ અથવા પ્રાણીઓની લાશ સાથે સેક્સ પર સજાનું પ્રાવધાન કરે. હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું છે કે, તે નેક્રોફીલિયા અને શવોની સાથે સેક્સને IPCની ધારા 377ના દાયરામાં લાવે.
ઘટનાની વાત કરીએ તો, 25 જૂન, 2015ના રોજ કર્ણાટકના તુમકુર જિલ્લાના એક ગામના રંગરાજૂ ઉર્ફ વાજપેયીએ ગામની જ એક 21 વર્ષીય મહિલાની હત્યા કરી દીધી અને તેના શવ સાથે રેપ કર્યો. 9 ઓગસ્ટ, 2021ના રોજ તુમકુરની જિલ્લા કોર્ટે રંજરાજૂને મર્ડર અને રેપનો દોષી જાહેર કર્યો. 14 ઓગસ્ટે તેને હત્યા બદલ આજીવન કારાવાસ અને 50 હજાર દંડની સજા જ્યારે, રેપ કેસમાં 10 વર્ષની જેલ અને 25 હજાર દંડ ફટકાર્યો. નીચલી કોર્ટના નિર્ણયને રંજરાજૂએ હાઈકોર્ટમાં પડકાર્યો. તેણે દલીલ કરી કે, તેની વિરુદ્ધ IPCની ધારા 376 લાગૂ ના થાય અને નીચલી કોર્ટની સજા ખોટી છે.
જસ્ટિસ બી. વીરપ્પાની આગેવાનીવાળી હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું કે, ભલે ધારા 377 અપ્રાકૃતિક સેક્સની વાત કરે છે પરંતુ, તેના દાયરામાં શવ નથી આવતા. મહિલાના શવ સાથે સેક્સ પર ધારા 376 પણ લાગૂ નથી થતી આથી, નીચલી કોર્ટે સજા આપવામાં ભૂલ કરી. હાઈકોર્ટે આરોપી રંગરાજૂને રેપ કેસમાં છોડી તો મુક્યો પરંતુ, કેન્દ્રને 6 મહિનાની અંદર કાયદામાં ખામીને દૂર કરવાનો નિર્દેશ આપ્યો.
હાઈકોર્ટે કહ્યું કે, સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર મૃતકના શરીરની ગરિમાના અધિકારની રક્ષા માટે IPCની ધારા 377ના પ્રાવધાનોમાં બદલાવ કરે અને તેના દાયરામાં પુરુષ, મહિલા અથવા પ્રાણીઓના મૃત શરીરને પણ સામેલ કરે અથવા તો પછી નેક્રોફીલિયા પર સજા માટે અલગથી કાયદો બનાવે. 30 મેના રોજ પાસ કરવામાં આવેલા પોતાના આદેશમાં કોર્ટે બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો હવાલો આપ્યો જેમણે નેક્રોફીલિયા અથવા શવની સાથે સેક્સને આપરાધિક બનાવતા તેના માટે સજાનું પ્રાવધાન છે. હાઈકોર્ટે કહ્યું કે, પ્રકૃતિની વ્યવસ્થાઓ વિરુદ્ધ સેક્સ પર આજીવન કારાવાસ અથવા 10 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન હોવુ જોઈએ. કોર્ટે એવુ પણ કહ્યું કે, દોષીઓ પર દંડનો પ્રાવધાન હોવો જોઈએ.
મરિયમ વેબસ્ટર ડિક્શનરી અનુસાર, નેક્રોફીલિયા શવો પ્રત્યે સેક્સુઅલ આકર્ષણને કહેવાય છે. નેક્રોફીલિયા બે ગ્રીક શબ્દોના મિશ્રણથી બન્યો છે- નેક્રો એટલે શવ અને ફીલિયા એટલે આકર્ષણ. નેક્રોફીલિયા એક માનસિક વિકૃતિ છે જેમા તેનાથી પીડિત વ્યક્તિ મરી ગયેલા લોકો પ્રત્યે આકર્ષિત થાય છે અને શવ સાથે સેક્સ કરે છે. તેનાથી પીડિત મોટાભાગે સીરિયલ કિલર બની જાય છે. તેઓ પહેલા હત્યા કરે છે અને પછી શવ સાથે શારીરિક સંબંધ બનાવે છે. નોયડાના નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલી પણ નેક્રોફીલિયાથી પીડિત હતો.
કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 6 મહિનામાં નેક્રોફીલિયા અથવા શવ સાથે સેક્સ પર સજાના પ્રાવધાન માટે IPCની ધારા 377માં બદલાવના નિર્દેશ આપ્યા છે. કોર્ટે સાથે એવા પણ નિર્દેશ આપ્યા કે, આવા અપરાધોને રોકવા માટે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોના મુર્દાઘરોને CCTV કેમેરાથી લેસ કરવામાં આવે. નેક્રોફીલિયાને લઇને IPCમાં કોઈ પ્રાવધાન નથી. ધારા 377 અપ્રાકૃતિક સેક્સ પર લાગૂ થાય છે. આ ધારા અનુસાર, પ્રકૃતિની વ્યવસ્થા વિરુદ્ધ કોઈપણ પુરુષ, મહિલા અથવા પ્રાણી સાથે સેક્સ પર આજીવન કારાવાસ અથવા 10 વર્ષની સજા અને દંડનો પ્રાવધાન છે. પરંતુ, તેમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે, શવોને પણ વ્યક્તિ માનવામાં આવશે.
IPCની ધારા 377 એમ પણ ખૂબ જ વિવાદિત રહી છે. 1861માં બ્રિટની રાજમાં તેને બનાવવામાં આવી હતી. તે અંતર્ગત સમલૈંગિક યૌન સંબંધોને અપ્રાકૃતિક ગણાવતા તેના માટે સજાનો પ્રાવધાન હતો. પરંતુ, 6 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના એક ઐતિહાસિક નિર્ણયમાં વયસ્કો વચ્ચે સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને અપરાધના દાયરામાંથી બહાર કરી દેવામાં આવ્યા. જોકે, સગીરો સાથે સમલૈંગિક સંબંધ અને સહમતિ વિનાના સંબંધ અને પ્રાણીઓ સાથે સેક્સ પર સજાનો પ્રાવધાન લાગૂ રહેશે.
શવો સાથે સેક્સ અપ્રાકૃતિક તો છે જ પરંતુ, કાયદામાં તેને લઇને સ્પષ્ટતા નથી. કાયદામાં ક્યાંય પણ પ્રકૃતિની વ્યવસ્થા વિરુદ્ધ ટર્મને પરિભાષિત કરવામાં નથી આવી. તેનો ફાયદો આરોપી રંગરાજૂને મળ્યો અને તે રેપ કેસમાં સજાથી બચી ગયો. હવે હાઈકોર્ટે કેન્દ્રને 6 મહિનાની અંદર કાયદાની આ ખામીને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp