26th January selfie contest

અતિકને ગોળી મારનાર લવલેશના પિતાએ કહ્યું- આખો દિવસ નશો કરે છે, અમારું તેની સાથે..

PC: livehindustan.com

અતિકના હત્યારા લવલેશના ઘરની જાણકારી મળી છે. તે ક્યોતરા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા યજ્ઞ કુમારે જણાવ્યું કે, તેને ટી.વી. દ્વારા ખબર પડી કે અતિક અને અશરફને ગોળી મરનારા ત્રણ આરોપીઓમાં તેનો દીકરો પણ છે. તેનું લવલેશ સાથે કોઈ લેવું-દેવું નથી. તે ક્યારે ઘરે આવે છે, ક્યારે જાય છે કંઈ ખબર નથી. 5-6 દિવસ અગાઉ તે ઘરે આવ્યો હતો. અમારી લવલેશ સાથે વર્ષોથી વાતચીત બંધ છે. તે કોઈ કામધંધો કરતો નથી. બસ આખો દિવસ નશો કરે છે એટલે પહેલાથી જ ઘરના બધા લોકોએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી છે.

યજ્ઞ કુમારે જણાવ્યું કે, ‘લવલેશે 2 વર્ષ અગાઉ જ એક યુવકને ચોક વચ્ચે થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ તેની વિરુદ્ધ કેસ ચાલ્યો હતો અને તે જેલ પણ ગયો હતો. 12માં ધોરણનો અભ્યાસ કર્યા બાદ લવલેશે BAમાં એડમિશન લઈ લીધું હતું, પરંતુ એ પણ છોડી દીધું. તેને તેના મિત્ર બાબતે પણ ખબર નથી. તે કોની સાથે રહે છે, ઘરના કોઈ પણ સભ્યને ખબર નથી. શનિવારે રાત્રે બાહુબલી અતિક અહમદ અને તેના ભાઈ અશરફની મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસ બંનેને મેડિકલ માટે પ્રયાગરાજની કોલ્વિન હૉસ્પિટલ લઈ જઈ રહી હતી. ત્રણ હુમલાખોરોએ પોલીસની ગાડીઓ પર ઘણી રાઉન્ડ ફાયરિંગ કરી, જેમાં અતિક અને અશરફ બંને માર્યા ગયા.

જો કે, પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી દબોચી લીધા. આ આખી ઘટનાને મીડિયા અને પોલીસ સામે અંજામ આપવામાં આવી. ત્રણેય આરોપી મીડિયકર્મી બનીને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તે બધા પલ્સર બાઇક પર સવાર થઈને ગયા હતા. અતિક અને અશરફ પર જ્યારે ફાયરિંગની આખી ઘટના કેમેરામાં કેદ પણ થઈ ગઈ. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થાય છે, જેનું નામ માન સિંહ છે. તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. અતિક અશરફની હત્યા કરનારો લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે. તો અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે જ્યારે ત્રીજો આરોપી શનિ કાસગંજ જનપદથી છે.

અતિક અને અશરફ પર ગોળી ચલાવનાર ત્રણેય આરોપીઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, આરોપીઓ પર પહેલા ક્યા ક્યા અને કઈ રીતે કેસ નોંધાયા છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે મોટા માફિયા બનવા માગે છે એટલે ઘટનાને અંજામ આપ્યો. ક્યાં સુધી નાના-મોટા શૂટર રહીશું. મોટા માફિયા બનવું છે એટલે હત્યાકાંડને અંજામ આપ્યો. જો કે, પોલીસ અત્યારે પૂરી રીતે તેમના નિવેદનો પર ભરોસો કરી રહી નથી કેમ કે ત્રણેયના નિવેદનોમાં વિરોધાભાસ છે અને પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp