
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 25 વર્ષીય યુવકને તેના મામાની 14 વર્ષની સગીર પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્ન કરવાની જીદ પર બંને 20 ડિસેમ્બરના રોજ ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ બીજા જ દિવસે છોકરીની લાશ રેલવે ટ્રેક પર પડેલી મળી આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે છોકરીના મૃતદેહને પરિજનોને સોંપી દીધો છે. ઘટના બાદથી આરોપી યુવક ફરાર છે, પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે, ગોવિંદ નગરમાં રહેતો વિશાલ તેના મામાની છોકરી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. 20 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીની કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા ગઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ છોકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને તેના સાળાના પુત્ર વિશાલ પર પુત્રીના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. કારણ કે બંને ઘણીવાર સાથે રહેતા હતા.
ફરિયાદ મળ્યા પછી, પોલીસે છોકરીને શોધવાનું શરૂ કર્યું અને 21 ડિસેમ્બરના રોજ રેલવે ટ્રેક પર તેની લાશ મળી. પોલીસે તાત્કાલિક છોકરીના પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, છોકરીના અંતિમ સંસ્કારના 5 દિવસ બાદ તેના સંબંધીઓએ FIR નોંધાવી હતી. જે બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, સંબંધીઓને આ બંનેના પ્રેમપ્રકરણની જાણ હતી.
મૃતક છોકરીના પરિજનોનો આરોપ છે કે, શરીર પર ઉંડી ઈજાના નિશાન હતા. જ્યારે, પોલીસનું કહેવું છે કે, આ નિશાન ટ્રેન સાથે અથડાયા પછી થયા હોવા જોઈએ. પોલીસે આરોપીની સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પરંતુ આરોપી હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ એવો દાવો કરી રહી છે કે આરોપીને જલ્દી પકડી લેવામાં આવશે.
આ અંગે ADCP સાઉથ અંકિતા શર્માનું કહેવું છે કે, 14 વર્ષની બાળકી 20મીએ ઘરેથી કોચિંગ ક્લાસમાં ગયા બાદ ગુમ થઈ હતી, 21મીએ તેની લાશ રેલવે લાઈનની નજીકથી મળી આવી હતી. મૃતક યુવતીના પિતાએ તેના સાળાના પુત્ર વિરુદ્ધ અપહરણ અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે અને હત્યાના ચોક્કસ કારણોનો પણ ખુલાસો કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp