પૂજારી બની જૈન મંદિરોમાં કરતો હતો સોનું ચોરી, પકડાયો તો કહ્યું- ક્રાઈમ પેટ્રોલ..

PC: enavabharat.com

આજકાલ TV સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જેવા અન્ય ઘણા સિરિયલો જોઈને અપરાધી પોતાના અપરાધને અમલમાં મૂકે છે. આવી સિરિયલો જોઈને તેમને તેમાંથી આવું કૃત્ય કરવાનો આઈડિયા આવે છે. એટલું જ નહીં, આવા અપરાધોની પાછળ મહદ અંશે કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝ પણ જવાબદાર છે. થયેલા અપરાધોની અંદર ઘણા કેસમાં અપરાધીઓએ એ કબુલ કર્યું છે કે, તેણે આ જોઈને ગુનો કરવાની યોજના બનાવી, અહિયાંથી આઈડિયા લઈને પુરી પ્લાનિંગ સાથે ગુનો કર્યો. હમણાં એક એવો જ કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો છે, ચોરે ક્રાઇમ પેટ્રોલ જોઈને ચોરીની ઘટનાને અમલમાં મૂકી હતી. પરંતુ પોલીસની સતર્કતાથી તે વધારે સમય છૂપો રહી શક્યો ન હતો અને પોલીસે તેણે ઝડપી પડ્યો હતો.

મહારાષ્ટ્રની દિંડોશી પોલીસે ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને ગુનો કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ વેશમાં જૈન મંદિરોમાં જતો હતો. ત્યાર બાદ ત્યાં પૂજા કરવાના બહાને સોનાની થાળીઓ અને થાળીઓની ચોરી કરી ભાગી જતો હતો. આ પછી તે ચોરીનો સામાન દુકાનદારોને વેચીને તે પૈસા વડે જુગાર રમતો હતો.

મળતી માહિતી મુજબ, તે દરરોજ 5 જૈન મંદિરોની રેકી કરતો હતો. ત્યારબાદ સમય મળતાં જ તે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. એક જૈન પૂજારીએ આ વ્યક્તિ વિરુદ્ધ દિંડોશી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી સોનાનું એક વાસણ પણ મળી આવ્યું હતું, જે પોલીસે કબજે કરી લીધું છે.

દિંડોશીના પોલીસ અધિકારી ધનંજય કાવડેએ જણાવ્યું કે, જૈન સાધુ ધીરજ લાલ શાહે પોલીસ સ્ટેશનમાં સોનાના વાસણોની ચોરીનો કેસ નોંધાવ્યો હતો. તપાસ દરમિયાન જ્યારે પોલીસે 93થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી ત્યારે એક વ્યક્તિ ત્યાં રેકી કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી અને તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, તેણે અન્ય ઘણા જૈન મંદિરોમાં પણ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ધનંજય કાવડેએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભરત સુખરાજ દોશી છે, જેની ઉંમર 53 વર્ષ છે. તે રામચંદ્ર લેન મલાડ પક્ષિમનો રહેવાસી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની પાસેથી ચોરી કરેલો સોનાની વસ્તુ અને સ્કૂટર કબજે કરવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેને ક્રાઈમ પેટ્રોલ સીરિયલ જોયા બાદ આવી ચોરીનો આઈડિયા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp