ચાર્જમાં રાખેલા મોબાઇલ પર વાત કરવા દરમિયાન થયો વિસ્ફોટ, મોત

PC: divyabhaskar.co.in

મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી 40 કિલોમીટર દૂર બડનગરમાં સોમવારે એક દુર્ઘટના થઇ ગઇ હતી. અહીં 68 વર્ષીય દયારામ બરોડ નામનો વ્યક્તિ ઘરમાં ચાર્જિંગમાં લગાવેલા મોબાઇ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઇલમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે વૃદ્ધના માથાથી છાતીના ભાગના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. ઘટનાસ્થળ પરથી કોઇ વિસ્ફોટક સામગ્રી મળી નથી. ઓપ્પો કંપનીનો માત્ર એક ફોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે મોબાઇલના ટુકડા જપ્ત કરી તપાસ માટે મોકલી આપ્યા છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે તેઓ ચાર્જિંગ સમયે પોતાના મોબાઇલથી વાત કરી રહ્યા હશે, આ દરમિયાન તેના મોબાઇલમાં ધડાકો થયો હશે. દયારામ સોમવારે તેના મિત્ર દિનેશ ચાવડા સાથે ગમીના કાર્યક્રમ માટે ઇન્દોર જવાનો હતો. દિનેશ રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને તેના માટે ઇન્દોરની ટિકિટ પણ લીધી. જ્યારે ખૂબ મોડે સુધી સ્ટેશને ન પહોંચતા દિનેશે તેને ફોન કર્યો હતો. ફોન રીસિવ કરતા જ મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો. આ પછી મોબાઇલ સતત બંધ આવતો હતો.

ત્યારબાદ દિનેશ તેમને મળવા ખેતરમાં ગયો હતો, પરંતુ જ્યારે તે પહોંચ્યો તો ત્યાંનું દૃશ્ય જોઇને તે ચોંકી ગયો હતો. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી સૂચના મળતા જ TI મનીષ મિશ્રા અને SI જિતેન્દ્ર પાટીદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધના ગળાથી છાતી સુધીનો ભાગ અને એક હાથના ફુરકેફુરચા ઊડી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે Oppo કંપનીનો મોબાઇલ ફોન ક્ષતિગ્રસ્ત હાલતમાં મળ્યો હતો.

પાવર પોઇન્ટ પણ સંપૂર્ણપણે બળી ગયો હતો. ઘટનાસ્થળ પરથી અન્ય કોઇ વિસ્ફોટક કે જ્વલનશીલ સામગ્રી પણ મળી નથી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે, મોબાઇલ બ્લાસ્ટ થવાને કારણે વૃદ્ધનું મોત થવાની આશંકા છે. પોસ્ટમોર્ટમ કરાવી શબને સ્વજનોને સોંપવામાં આવી છે. વૃદ્ધ ખેતીકામ કરતો હતો. પત્નીના અવસાન બાદ તેમનું પુત્રો સાથે બનતું નહોતું, તેથી તેઓ ખેતરમાં બનાવેલા રૂમમાં એકલા જ રહેતા હતા.

આ વાતોને રોખો ધ્યાનમાં:

ફોનને ઓવરલોડ ન રાખોઃ જો સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્સ અને કન્ટેન્ટ હોય તો એ ઝડપથી હિટ થવા લાગે છે, તેથી મેમરીને 75-80 ટકા ફ્રી રાખો.

ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરોઃ મોબાઇલ ખરીદતી વખતે ફોન સાથે આવેલું ચાર્જર ઓરિજિનલ હોય છે. ડુપ્લિકેટ ચાર્જરને કારણે બેટરી ખરાબ થઇ જાય છે અને ઝડપથી ગરમ થવા લાગે છે.

ચાર્જ કરતી વખતે વાત ન કરો: જ્યારે તમારો ફોન ચાર્જ થઇ રહ્યો હોય ત્યારે ગેમ રમશો નહીં કે વાત કરશો નહીં. ચાર્જિંગ દરમિયાન બેટરીમાં રાસાયણિક ફેરફારો થાય છે, તેથી એ વધુ ગરમ થાય છે

મોબાઇલ એક્સપર્ટ વિકિ અડયાની જણાવે છે કે ચાર્જિંગ દરમિયાન બેટરીના સેલ ડેડ રહે છે, જેના કારણે ફોનની અંદર રાસાયણિક ફેરફારો થાય છે અને આ દરમિયાન ફોન પર વાત કરતી વખતે અથવા ગેમ રમતી વખતે, બેટરી વધુ ગરમ થાય છે અને વિસ્ફોટ થાય છે. ચાર્જિંગ દરમિયાન ફોનની આસપાસ રેડિએશન પણ વધારે થાય છે. આવી સ્થિતિમાં કોલ આવતાની સાથે જ બેટરી ફાટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp