સેક્સ વર્કર્સ માટે ખોલાયું દેશનું પહેલું હેલ્થ ક્લિનિક, મળશે આ જરૂરી સુવિધા

PC: thelogicalindian.com

દિલ્હીના રેડ લાઇટ એરિયા G.B. રોડ પર સેક્સ વર્કર્સ માટે એક ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ ક્લિનિક પર ડોક્ટર્સ યૌનકર્મીઓ અને તેમના પરિવારોની સારવાર કરશે. રવિવારે આ ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. અહીં સેક્સ વર્કર્સને નિયમિત હેલ્થ ચેકઅપ અને ટ્રીટમેન્ટની સુવિધા મળી શકશે. રિપોર્ટ્સ મુજબ, દિલ્હીના GB રોડ પર રવિવારે ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લિનિક કેટલાક સામાજિક સંગઠનોની પહેલ પર ખોલવામાં આવ્યું છે.

આ ક્લિનિક એક શાળાના એક હિસ્સામાં ખોલવામાં આવ્યું છે. જવાબદારોનું કહેવું છે કે, અહીં સેક્સ વર્કર્સ અને તેમના પરિવારના લોકોને સ્વાસ્થ્ય તપાસ અને સારવારની સુવિધા મળશે. એક સેક્સ વર્કરે કહ્યું કે, અમને આશા છે કે આ ક્લિનિક ખૂલવાથી એ શરમથી લડવામાં મદદ મળશે, જેનો સામનો શહેરના અન્ય હિસ્સાઓમાં સ્થિત ક્લિનિકોમાં જઇને કરવો પડે છે. તેણે કહ્યું કે, અન્ય ક્લિનિક પર જઇએ છીએ તો ત્યાં ડૉક્ટર પણ અલગ પ્રકારનો વ્યવહાર કરવાનો શરૂ કરી દે છે.

તેણે આગળ કહ્યું કે, જ્યારે ડૉક્ટરોને ખબર પડે છે કે અમે સેક્સ વર્કર્સ છીએ તો તેમની વાત બદલાઇ જાય છે. આ ક્લિનિક અમને એ પરેશાનીથી બહાર નીકળવામાં મદદ કરશે કેમ કે તે માત્ર અમારા જેવા લોકો માટે જ છે. આ ક્લિનિકની સેવા ભારતી નામની સંસ્થાએ ઉત્કર્ષ પહેલના સહયોગથી સેક્સ વર્કર્સ અને તેમના પરિવારોને હેલ્થ ફેસિલિટી આપવાના ઉદ્દેશ્યથી કરી છે. આ ક્લિનિકમાં 7 ડૉક્ટર હશે. સેવા ભારતીય દિલ્હી પ્રાંતના મહાસચિવ સુશીલ ગુપ્તાએ કહ્યું કે, અમે આ વર્ષના પહેલા દિવસે આ પહેલની શરૂઆત સમાજના એકાંત અને શોષિત તબક્કા માટે કરી છે.

તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં આ પ્રકારનું પહેલું ક્લિનિક છે. તેનું ઉદ્દેશ્ય યૌનકર્મીઓનું સન્માન અને સન્માન બનાવી રાખતા તેના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓને લઇને હાલ કરવાનું છે. GB રોડ કે ગારસ્ટિન બાસ્ટિયન રોડ, દિલ્હીમાં અજમેરી ગેટથી લાહોરી ગેટ સુધી જતો રોડ છે. આ એક રેડ લાઇટ વિસ્તાર છે. જેમાં ઘણી સેક્સ વર્કર્સ રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ GB રોડના 77 કોઠામાં લગભગ 5,000 મહિલાઓ અને છોકરીઓ રહે છે. તેમને અહીં બળજબરીથી કે ગેરકાયદેસર ખરીદીને લાવવામાં આવે છે. અહીં તે સેક્સ વર્કરના રૂપ કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp