હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને આવ્યા મોટા સમાચાર, IRDAએ વીમા કંપનીઓને આપી મંજૂરી

PC: zeenews.india.com

ભારતમાં વીમા કંપનીઓને ઈરડા (IRDA) દ્વારા માન્યતા (Recognition) પ્રાપ્ત છે. ઇરડાએ (IRDA) કંપનીઓને આગના જોખમને કવર કરનારા વૈકલ્પિક પ્રોડક્ટ્સની (Alternative Products) મંજૂરી આપી છે.

વીમા નિયામક ઇરડાએ સાધારણ વીમા કંપનીઓને આગ અને સંબંધિત જોખમોને કવર કરવાવાળા વૈકલ્પિક પ્રોડક્ટને તૈયાર કરવાની મંજૂરી આપી. આ પહેલનો હેતુ ગ્રાહકોને વધુ વિકલ્પ આપવો અને વીમાના દાયરાને વધારવાનો છે.

અમલી કરવામાં આવ્યા દિશા-નિર્દેશ

ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટીએ જાન્યુઆરી 2021મા આવાસો, સુક્ષ્મ અને લઘુ વ્યવસાયોની (Housing, Micro And Small Businesses) આગ અને અન્ય જોખમોથી રક્ષા કરનારા સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ (ભારત ગૃહ રક્ષા, ભારત સૂક્ષ્મ ઉદ્યોગ સુરક્ષા અને ભારત) માટે માર્ગદર્શિકા અમલી કરી હતી.

આગ અને સંબંધિત જોખમો માટે આ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ પછી કોઈ પણ અન્ય પ્રોડક્ટની મંજૂરી ન હતી. IRDAએ એક સર્ક્યૂલરમાં કહ્યું કે આગની સાથે જોડાયેલા વૈકલ્પિક પ્રોડક્ટની વધતી માંગણીને જોતા ઓથોરિટી (Insurance Regulatory and Development Authority) સામાન્ય વીમા કંપનીઓને આવા પ્રોડક્ટ તૈયાર કરવાની મંજૂરી આપે છે.

શું કામ કરે છે ઈરદા ?

ભારતમાં વીમા કંપનીઓને માન્યતા (Recognition) આપે છે અને વીમા ક્ષેત્રની દેખરેખ રાખે છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી, ભારતમાં વિભિન્ન પ્રકારની વીમા કંપનીઓને પ્રોત્સાહન આપે છે. ઈરડા (IRDA) આ કંપનીઓને રેગ્યુલેટ કરનારી સ્ટેટયૂટરી (Statutory Body) બોડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp