ધીરેન્દ્ર શાસ્ત્રીથી પ્રભાવિત રૂખ્સાના રૂકમણી બનીને હિન્દુ મિત્ર સાથે પરણી

PC: zoomnews.in

કહેવાય છે કે પ્રેમની ટ્રેન ચાલે છે તો માર્ગમાં આવનારી ધર્મ જાતિની દીવાલો તૂટી જાય છે. બિહારના વૈશાળીથી એક આવું જ અનોખુ ઉદાહરણ સામે આવ્યું છે. મુસ્લિમ અને હિન્દુ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા બે યુવા જિંદગીભર માટે સાથે રહેવાના સોગંધ ખાધા. મુસ્લિમ સમાજથી આવતી રૂખ્સાનાએ સનાતન ધર્મને સ્વીકારી લીધો અને પોતાના હિન્દુ મિત્ર રોશન સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રભાવ સ્પષ્ટ દેખાયો.

વૈશાલીના લાલગંજ સ્થિત અર્ધનારીશ્વર મંદિરમાં થયેલા લગ્નના સાક્ષી સેકડો લોકો બન્યા, જેમાં મોટી સંખ્યામાં યુવા સામેલ હતા. વર બનેલા રોશન કુમારના પરિવારજનો સહિત આખા વિસ્તારના લોકો આ લગ્નથી ખૂબ ખુશ છે. ઉપસ્થિત લોકોએ બંનેની ભાવનાઓનું તાળી વગાડીને સ્વાગત કર્યું. બિહારના વૈશાળીમાં મંજિલ પર પહોંચેલા આ પ્રેમની કહાનીની શરૂઆત 4 વર્ષ અગાઉ ગુલાબી શહેર જયપુરમાં થયા. મુઝફ્ફરપુરના એક ગામની રહેવાસી રૂખ્સાના અન્સારીની મુલાકાત વૈશાલી લાલગંજના રહેવાસી રોશન કુંવર સાથે જયપુર કોલેજમાં થઈ.

મુલાકાત ઓળખમાં બદલાઈ અને ઓળખ ધીરે ધીરે પ્રેમમાં પરિણમી ગઈ. મોબાઈલે બંને વચ્ચે સેતુનું કામ કર્યું. ખબર નહીં ક્યારે બંને એક-બીજાની એટલી નજીક આવી ગયા કે જીવનભર સાથે રહેવાના સોગંધ ખાઈ લીધા. રૂખ્સાના અને રોશનના લગ્ન વચ્ચે ધર્મની દીવાલ ઊભી હતી. સાથે ચાલવા માટે રૂખ્સાનાએ મોટો નિર્ણય લીધો. તે બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના પટના કાર્યક્રમથી પ્રભાવિત થઈ ગઈ. તેણે પોતે પોતાનો ધર્મ બદલવાનો નિર્ણય લીધો. નદીઓના પવિત્ર જળથી હિન્દુ રીત-રીવાજ હેઠળ રૂખ્સાનાને હિન્દુ ધર્મમાં પ્રવેશ અપાવ્યો અને તેનું નામ રૂકમણી રાખવામાં આવ્યું.

બંનેના લગ્ન કારવાનારા પંડિત કમલાકાંત પાંડેએ હિન્દુ રીત-રિવાજથી લાલગંજના રેપુરા ગામ સ્થિત અર્ધનારીશ્વર મહાદેવ મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા. આ અનોખા લગ્ન જોવા માટે ઘણા ગામના લોકો ઉમટી પડ્યા. બધાએ મળીને વર-વધુને આશીર્વાદ આપ્યા. આ અવસર પર રૂક્સનાએ આગળ આવીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે જણાવ્યું કે, પટનામાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન થયું, તેનાથી પ્રેરણા મળી. પ્રેમ માટે તેણે હિન્દુ બનવાનું સ્વીકાર્યું અને રૂકમણી બની ગઈ. તેણે જણાવ્યું કે, લગ્નથી ખૂબ ખુશ છે. બીજી તરફ રોશનના માતા-પિતાએ પણ કહ્યું કે દીકરા અને વહુના નિર્ણયથી તેમને ખૂબ ખુશી મળી. આ લગ્ન યુવાઓ માટે ઉદાહરણ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp