આરીફ બાદ હવે આ વ્યક્તિએ સારસ સાથે કરી મિત્રતા, ખેતરોમાં પાછળ દોડતો દેખાયો

PC: twitter.com/ANINewsUP

ઉત્તર પ્રદેશનો રહેવાસી આરીફ અને સારસની મિત્રતા ગત દિવસોમાં ખૂબ ચર્ચામાં રહી હતી અને હાલમાં જ આરીફ કાનપુરના પ્રાણીસંગ્રહાલયમાં સારસને મળવા ગયો હતો. તેને લઈને ઘણા રાજનેતાઓના નિવેદન પણ સામે આવ્યા અને યોગી સરકાર પર પ્રહાર પણ કર્યો હતો. આ દરમિયાન સારસ અને એક વધુ વ્યક્તિની મિત્રતાનો વીડિયો સામે આવ્યો છે. આ વ્યક્તિ મઉનો રામસમુજ યાદવ છે અને તેની પણ એક સારસ સાથેની મિત્રતા ચર્ચામાં છે.

વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે સારસ અને રામસમુજ એક-બીજા સાથે રમી રહ્યા છે અને જ્યારે રામસમુજ આગળ તરફ ભાગે છે તો સરસ તેની પાછળ પાછળ ભાગે છે. રામ સમૂજે જણાવ્યું કે, હું આ સારસને ખેતરમાં મળ્યો, જ્યાં મેં તેને એક વખત ખાવાનું ખવડાવ્યું હતું. શરૂઆતમાં 2 વખત તેને ખાવાનું, પાણી આપ્યા બાદ એ વારંવાર મારી પાસે આવવા લાગ્યો અને એ ગામમાં ખુલ્લેઆમ ફરે છે.

આરીફ અને સારસની મિત્રનો શું છે મામલો

સારસ અને આરીફની મિત્રતા બાબતે આખી દુનિયામાં ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી આરીફ અને સારસ વચ્ચે મિત્રતાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય હતા. જો કે, ત્યારબાદ બંને એક બીજા સામસામે થઈ ગયા અને સારસને કાનપુરના પ્રાણીસંગ્રહાલયમાં રાખી દેવામાં આવ્યો. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પણ એ ઘટનાની ખૂબ ચર્ચા થઈ અને સમાજવાદી પાર્ટી (SP)ના સુપ્રીમો અખિલેશ યાદવે આ મામલાને લઈને યોગી સરકારને ઘેરી પણ હતી.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગે આરીફ પાસેથી સારસ લઈ લીધો હતો. ઓગસ્ટ 2022માં આરીફ ખાનને ખેતરમાં આ સારસ મળ્યું હતું. સારસ પૂરી રીતે ઇજાગ્રસ્ત હતું. આરીફે સરસની સારવાર કરાવી, ત્યારબાદ એ સરસ ઘરમાં જ રહેવા લાગ્યું. પરિવારજનોને લાગ્યું કે તે સારું થઈને ઊડી જશે, પરંતુ સારસે આરીફને છોડવાનું નામ ન લીધું. બંને વચ્ચે પાક્કી મિત્રતા થઈ ગઈ. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આરીફ જ્યાં પણ જતો, સારસ તેની પાછળ પડી જતું, પરંતુ હવે વન વિભાગની ટીમને સારસ બાબતે ખબર પડી તો તે તેને લઈ ગઈ. આતિફ બાદ સુલ્તાનપુરના અફરોજ પર સારસ રાખવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક સારસ 27 વર્ષના મોહમ્મદ અફરોજ સાથે રહેતો હતો. એ સારસ ઉડીને અફરોજના ગામમાં માછલીના તળાવમાં આવ્યું અને તેની સાથે રહેવા લાગ્યું હતું. અફરોજ પર વન્યજીવ સંરક્ષણ અધિનિયમન પ્રવધાનના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અફરોજ અને સારસના સંબંધને દેખાડવામાં આવ્યા હતા. આ પોસ્ટ વાયરલ થાય બાદ વન વિભાગ તરફથી અફરોજ પર કેસ દાખલ કરવામાં આવ્યો અને સારસ લઈ જવામાં આવ્યું. એટલે કે હવે મઉના રામસમુજ અને સારસની મિત્રતાની આ ત્રીજી ઘટના છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગની ટીમ આ બાબતે શું કાર્યવાહી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp