BJP સાંસદની ઇન્સ્પેક્ટર સાથે તીખી દલીલ, MPએ પૂછ્યું-તું કઈ પાર્ટીનો કાર્યકર્તા?

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વચ્ચે તીખી નોક-ઝોક થઈ ગઈ. બંને વચ્ચે થયેલી બોલાબોલીનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગ્રાની ફતેહપુરી સિકરી લોકસભા સીટથી સાંસદ અને ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરની સિકંદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર સાથે કારને લઈને બહેસ થઈ ગઈ હતી. બંને વચ્ચે જોરદાર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આગ્રાના કાગારોલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ એક કાર્યક્રમમાં સામેલ થના માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ફરહપુર સિકરી લોકસભાના સાંસદ અને ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર પણ પહોંચ્યા હતા. ત્યારે ફરજ પર ઉપસ્થિત ઇન્સ્પેક્ટરનો સાંસદ રાજકુમાર ચાહર સાથે કારને લઈને વિવાદ થઈ ગયો. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સાંસદ રાજકુમાર ચાહર પોલીસ ઇન્સ્પેક્ટરને લતાડતા નજરે પડી રહ્યા છે.
बीजेपी सांसद और दरोगा के बीच तीखी बहस👇सांसद ने दरोगा से पूछा - तुम किस पार्टी से हो
— SamajwadiPartyMediaCell (@MediaCellSP) June 25, 2023
योगी जी@SubratPathak12 ने आपके पुलिसवालों को सरेआम थप्पड़ मारकर आपको चैलेंज दिया
अब आपके एक और सांसद ने आपको फिर से चैलेंज दिया है
आपके सांसद/विधायक रोजाना आपका अपमान कर रहे ,शर्म कीजिए👇 pic.twitter.com/hlrMCprB8t
તો પોલીસ ઇન્સ્પેક્ટર સાંસદ સામે હાથ જોડીને ઊભા નજરે પડી રહ્યા છે. સાંસદ ઇન્સ્પેક્ટર પર વધુ ગુસ્સે થવા લાગે છે ત્યારે ઇન્સ્પેક્ટરને ગુસ્સો આવી જાય છે અને તેઓ કહે છે કે તમે મારી સાથે એવી રીતે વાત કરશો? હું પોલીસવાળો છું. આ દરમિયાન સાંસદ સાથે ઉપસ્થિત એક વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટરને દૂર લઈને જતો રહે છે અને તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે. ભાજપ સાંસદ પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછે છે કે કઈ પાર્ટીનો કાર્યકર્તા છે તું? તેના પર પોલીસકર્મી કહે છે કે, પોલીસવાળો છું કોઈ પાર્ટીનો કાર્યકર્તા નથી. વીડિયોમાં સાંસદ અને પોલીસકર્મી બંને જ ખૂબ ગુસ્સામાં નજરે પડી રહ્યા છે.
તો ભાજપાના સાંસદ રાજકુમાર ચાહર અને ઇન્સ્પેક્ટર વચ્ચે થયેલી બહેસને લઈને સમાજવાદી પાર્ટી (SP)ના મીડિયા સેલે ટ્વીટ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. સમાજવાદી પાર્ટીની મીડિયા સેલે ટ્વીટ કરી કે, “ભાજપ સાંસદ અને ઇન્સ્પેક્ટર વચ્ચે તીખી બહેસ. સાંસદે ઇન્સ્પેક્ટરને પૂછ્યું- તું કઈ પાર્ટીથી છે. યોગીજી, સુબ્રત પાઠકે તમારા પોલીસવાળાઓને ખુલ્લેઆમ થપ્પડ મારીને તમને ચેલેન્જ આપ્યું. હવે તમારા વધુ એક સાંસદે તમને ફરી ચેલેન્જ આપ્યું છે. તમારા સાંસદ/ધારાસભ્ય રોજ તમારું અપમાન કરી રહ્યા છે, શરમ કરો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp