સિક્કિમના નાથુલામાં હિમસ્ખલન,6 ટૂરિસ્ટના મોત, 150 લોકો ફસાયા, રેસ્કયૂ શરૂ

PC: indiatvnews.com

Avalancheસિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર સામે આવ્યા છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. સોમવારે નાથુલા પહાડી પાસે બનેલી આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મોતને ભેટનારામાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટની આસપાસ બની હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ટૂરિસ્ટ પરવાનગી વગર 15મા માઈલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

આ હિમપ્રપાત સિક્કિમના Tsomgo થયો છે જ્યાં હવે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ બરફની ચાદરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મંગળવારે આ મજબૂત બરફનું તોફાન અચાનક Tsomgo આવ્યું હતું, જેના કારણે ટુરિસ્ટ બસે અંકુશ ગુમાવી દીધો હતો અને બસ સીધી ખાડીમાં ખાબકી હતી.

પોલીસના કહેવા મુજબ, 150થી વધારે પ્રવાસીઓ હજુ પણ 15 મીલની આગળ ફસાયેલા છે. આ વચ્ચે 30 પર્યટકોને બચાવી પણ લેવાયા છે અને તેમને ગંગટોકની એસટીએનએમ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં આટલા મોટા પાયે હિમસ્ખલન જોવા મળ્યું હોય,આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ લદ્દાખ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. આ બરફવર્ષાએ બે યુવતીઓનો જીવ પણ લીધો હતો. ગયા વર્ષે પણ ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી જેમાં 16 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

જોશીમઠ પહેલાથી જ ઉત્તરાખંડ માટે ખતરો બની ચુક્યો છે. આ પછી હિમસ્ખલનનું એલર્ટ અહીંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતા દાખવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp