રાહુલ મામલે કોંગ્રેસ નેતાએ સુધીર ચૌધરીને મોકલી લીગલ નોટિસ, એન્કરે આપ્યો જવાબ

PC: dnaindia.com

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા બાદ પત્રકાર સુધીર ચૌધરીને કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બી.વી.એ નોટિસ મોકલી છે. પોતાના કાર્યક્રમમાં સુધીર ચૌધરીએ એક કહાની સંભળાવતા કહ્યું કે, બીજાઓના ગુના ગણાવીને રાહુલ ગાંધીના ગુના ઓછા નહીં થાય. આ સંદર્ભે સુધીર ચૌધરી અને શ્રીનિવાસ બીવી વચ્ચે ટ્વીટર પર બહેસ પણ થઈ હતી અને હવે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયોને ચેનલ પોતાના બધા પ્લેટફોર્મ પરથી હટાવે અને માફીનામાનો વીડિયો અન્ય પ્લેટફોર્મ સાથે ટ્વીટર પર શેર કરે.

નોટિસને શેર કરતા કોંગ્રેસ નેતા શ્રીનિવાસે ટ્વીટર પર લખ્યું કે, પત્રકારત્વના બધા નૈતિકતા અને માપદંડોનું ઉલ્લંઘન કરનારા તમારા અત્યધિક આપત્તિજનક અને અપમાનજનક વીડિયો માટે આ એક બ્લેક એન વ્હાઇટ લીગલ નોટિસ છે. હવે કોર્ટમાં જોઈશું. તેના પર જવાબ આપતા સુધીર ચૌધરીએ લખ્યું કે, હું સત્ય બોલું છું. દેશ માટે બોલું છું અને છેલ્લા શ્વાસ સુધી સત્યના માર્ગે જ ચાલીશ. આ અગાઉ કોંગ્રેસ નેતા દ્વારા નોટિસ મોકલવાની વાત પર સુધીર ચૌધરીએ કહ્યું હતું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, દરેક કિંમત ચૂકવવા તૈયાર છું.

અંબિકા પાડે નામના યુઝરે લખ્યું કે, જ્યારે રાજનીતિમાં જીત મળી રહી નથી તો વરિષ્ઠ પત્રકાર સુધીરજી પર કેસ કરી રહ્યા છે. અરે સાહેબ આ જ પરિસ્થિતિ રહી તો જ્યાં છો ત્યાં પણ નહીં બચી શકો. સુમિત નામના યુઝરે લખ્યું કે, જો વિપક્ષને લાગે છે કે મીડિયા વેચાયેલી છે તો તે ભાવ કેમ નથી લગાવતું. એક અન્ય યુઝરે લખ્યું કે, તમે આ પ્રકારના કેસ પર ટિપ્પણી કરી રહ્યા છો સુધીરજી, આ કેસ વધારે દિવસ સુધી નહીં ટકી શકે. અન્ય એક યુઝરે લખ્યું કે, સારું કર્યું નોટિસ આપીને, આજકાલ મીડિયાવાળા કંઈક વધારે જ બોલવા લાગ્યા છે.

પાર્થ નામના યુઝરે લખ્યું કે, તેઓ વિપક્ષમાં રહેવા પર મીડિયા પર આ પ્રકારનો દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિચારો જો સત્તામાં રહેવા પર શું કરતા હશે? શ્યામ નામના યુઝરે લખ્યું કે, આ પ્રકારની નોટિસ અન્ય ઘણી ચેનલોના એન્કરોને આપવાની જરૂરિયાત છે. આલોક નામના વેરીફાઇડ અકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી કે બ્લેક એન્ડ વ્હાઇટમાં.. આ દિલ્હીમાં કારથી નીકળીને ભાગતો વ્યક્તિ કોણ છે? જ્ઞાન જરા હટકે નામના યુઝરે લખ્યું કે, કોઈ કેસ બનતો નથી, કોર્ટમાં નહીં ટકે. એક યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધી નામનો વ્યક્તિ આશાથી વધારે ડરપોક નીકળ્યો. એક સામાન્ય પત્રકારથી ડરી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp