આ મહિલાઓ લગ્ન માટે રાત્રે કુંવારા છોકરાઓને લાકડીથી મારે છે, 564 વર્ષ જૂની પરંપરા

PC: aajtak.in

રાજસ્થાનના જોધપુરમાં રવિવારે બેંતમાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વડીલો સુધી અનેક લોકો રંગબેરંગી વસ્ત્રો પહેરીને જોવા મળ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, આને દુનિયાનો સૌથી અનોખો મેળો કહેવામાં આવે છે. 16 દિવસની પૂજા પછી, પરિણીત મહિલાઓ જોધપુરના આંતરિક શહેરમાં આખી રાત શેરીઓમાં જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરે છે.

સ્ત્રીઓ આખી રાત આ શહેર પર રાજ કરે છે. આ મેળાને બેંતમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, જોધપુરમાં આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.

આમાં, ભાભી પ્રેમથી તેના દિયર અને અન્ય અપરિણીત યુવકોને લાકડી વડે મારીને કહે છે કે, તે કુંવારો છે. એવું માનવામાં આવે છે કે લાકડી માર્યા પછી, કુંવારા છોકરાઓના જલ્દી લગ્ન થઇ જાય છે.

આ મેળાની રાત્રે શહેરના માર્ગો પર માત્ર મહિલાઓ જ જોવા મળે છે અને દરેક મહિલાના હાથમાં લાકડી હોય છે. તેની સામે જેવો કોઈ કુંવારો છોકરો દેખાય કે તરત જ તે છોકરાને તે લાકડી વડે માર મારે છે. મેળાના 16 દિવસ પહેલા ગવાર માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ 16માં દિવસે મહિલાઓ આખી રાત ઘરની બહાર રહે છે. અને જુદા જુદા સમયે ધીંગા ગવરની આરતી કરતી હોય છે.

એવું કહેવાય છે કે, ધીંગા ગવરનું આયોજન ફક્ત જોધપુરમાં કરવામાં આવે છે, જેને જોવા માટે માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દુનિયાભરના લોકો જોધપુર પહોંચે છે. આ ધીંગા ગવરની અનોખી પૂજા કરતી મહિલાઓ દિવસમાં 12 કલાક પાણી વગરના ઉપવાસ કરે છે. તે દિવસમાં એકવાર ભોજન કરે છે અને આ રીતે 16 દિવસ સુધી ધાર્મિક વિધિઓ અને પૂજા ચાલે છે.

જોધપુરની સ્થાપના રાવ જોધા દ્વારા 1459માં કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ધીંગા ગવરની પૂજા ત્યારથી શરૂ થઈ હતી. આ પૂજાની પરંપરા રાજ પરિવારથી શરૂ થઈ હતી. આ પૂજા 564 વર્ષથી ચાલી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે માતા પાર્વતીએ સતી થયા પછી બીજો જન્મ લીધો ત્યારે તે ધીંગા ગવરના રૂપમાં આવી હતી.

ભગવાન શિવે જ આ પૂજાનું વરદાન માતા પાર્વતીને આપ્યું હતું. આ 16 દિવસોમાં માતાની પૂજામાં મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. જે મહિલાઓ આ વ્રત રાખે છે તેમના હાથમાં દોરો બાંધવામાં આવે છે અને તેમાં કુમકુમના 16 ચાંદલા લગાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp