પતિ અને બાળકોને છોડીને ભાગી મહિલા, જાણો HCએ કોની સાથે રહેવાની આપી મંજૂરી

PC: practo.com

ઉત્તરાખંડ હાઇ કોર્ટે એક પરિણીત મહિલાને પોતાના લિવ ઇન પાર્ટનર સાથે રહેવાની મંજૂરી આપી દીધી છે. મહિલા પતિ અને પોતાના 2 બાળકોને છોડીને પોતાના પ્રેમી સાથે રહે છે, જે તેને સોશિયલ મીડિયા પર મળ્યો હતો. હાઇ કોર્ટે જિમ ટ્રેનર પતિ તરફથી દાખલ કરવામાં આવેલી બંદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. મહિલાએ કહ્યું કે, તે પોતાની મરજીથી પતિ, 10 વર્ષના પુત્ર અને 6 વર્ષની દીકરીને છોડીને ગઈ છે.

મહિલાએ કોર્ટને જણાવ્યું કે, તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરતો હતો અને એટલે તે તેની સાથે રહેવા માગતી નથી. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, જસ્ટિસ પંકજ પુરોહિત અને મનોજ તિવારીની ખંડપીઠે મહિલાને લિવ ઇન પાર્ટનર સાથે બન્યા રહેવાની મંજૂરી આપી દીધી છે. અરજીકર્તાના વકીલ અરુણ કુમાર શર્માએ કહ્યું કે, તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપશે કેમ કે તે લગ્ન જેવી વ્યવસ્થા માટે ખતરનાક છે. કપલના લગ્ન ફેબ્રુઆરી 2012માં થયા હતા, પરંતુ 37 વર્ષીય મહિલાનું ફરીદાબાદના એક વ્યક્તિ સાથે અફેર થઈ ગયું.

7 ઑગસ્ટ 2022ના રોજ તેણે ઘર છોડી દીધું અને ફરીદાબાદમાં રહેવા લાગી. 45 વર્ષીય પતિએ બંદી પ્રત્યક્ષીકરણની અરજી દાખલ કરતા દેહરાદૂન અને ફરીદાબાદના SSPને નિર્દેશ આપવાની માગ કરી હતી. તેમણે પત્ની ગેરકાયદેસર કસ્ટડીથી છોડાવવાની માગ કરી હતી. હાઇ કોર્ટે 4 મેના રોજ દેહરાદૂન અને ફરીદાબાદના પોલીસ વડાને મહિલાને કોર્ટમાં ઉપસ્થિત કરવા કહ્યું હતું. મહિલાએ કોર્ટમાં હાજર થઈને કહ્યું કે તે પોતાની મરજીથી ફરીદબાદ ગઈ છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશથી એક એવી ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી પર 2 લોકોએ દાવો કરી દીધો. પિન્કી નામની યુવતીને લઈને 2 યુવક એક-બીજા સાથે ઝગડો કરવા લાગ્યા હતા. જલૌનના રહેવાસી એક યુવકે પિંકી નામની યુવતી પર દાવો કરતા કહ્યું કે, ઝાંસીમાં એક વર્ષ પહેલા એક લગ્ન સંમેલનમાં તેમના લગ્ન થયા હતા, તો આ તેની પત્ની છે. તો પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત મઊરાણીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ રહેવાસી બીજા યુવકે દાવો કરતા કહ્યું કે, પિંકી હવે તેની પત્ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp