જજ સાહેબનો કૂતરો ખોવાઈ ગયો તો પોલીસકર્મીઓના સસ્પેન્શનની કરી માગ, પણ CJIની ચિઠ્ઠી

PC: livehindustan.com

દિલ્હી હાઇ કોર્ટના એક જજે પોતાના આવાસ પર તૈનાત દિલ્હી પોલીસના એક કર્મચારીના સસ્પેન્શનની માગ કરી હતી. તેના માટે તેમણે રીતસરના જવાબદાર અધિકારીને ચિઠ્ઠી લખી હતી. તેમનો આરોપ હતો કે, પોલીસકર્મીઓએ વારંવાર કહેવા છતા તેમના બંગ્લાના દરવાજા બંધ ન કર્યા. જેના કારણે તેમણે પોતાનો પાળતું કૂતરો ગુમાવી દીધો. આ ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. હવે તેમણે પોલીસકર્મીના સસ્પેન્શનની માગ પરત લઈ લીધી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ન્યાયાધીશ ગૌરાંગ કાંઠે દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર (સુરક્ષા)ને 12 જૂનના રોજ ચિઠ્ઠી લખી હતી.

ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું કે, વારંવાર બંગ્લાનો દરવાજો બંધ કરવા માટે કહેવા પર પણ સંત્રીઓએ એમ ન કર્યું. આ કર્તવ્યપાલનમાં તેમની બેદરકારી અને અક્ષમતા દર્શાવે છે, જેના કારણે મારા પાળતું કૂતરાનું મોત થઈ ગયું. જસ્ટિસ ગૌરાંગ કાંઠે ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે, 'હું આ ચિઠ્ઠી ખૂબ દુઃખ અને દર્દ સાથે લખી રહ્યો છું. મારા બંગ્લા પર સત્તાવાર રીતે સુરક્ષા આપનારા પોલીસકર્મી પોતાના હિસ્સાની જવાબદારી અને કર્તવ્યને નિભાવવામાં પૂરી રીતે અક્ષમ છે. આ પ્રકારના નિર્દેશોને ન માનવાથી કાલે મારા જીવન અને સુરક્ષા પર પણ જોખમ થઈ શકે છે.’

ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ ચિઠ્ઠી ગયા મહિને લખવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ન્યાયાધીશ ગૌરાંગ કાંઠે શનિવારે જાણકારી આપી કે તેઓ પોતાના આવાસ પર તૈનાત પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માગતા નથી. ચિઠ્ઠી લખતી વખત તેઓ દિલ્હી હાઇ કોર્ટમાં જજ હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમને કોલકાતા હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ગૌરાંગ કંઠને સત્તાવાર રૂપે 15 જુલાઇના રોજ કોલકાતા હાઇ કોર્ટમાં વરણી કરવા માટે અધિસૂચિત કરવામાં આવ્યા.

એ જ દિવસે દિલ્હી હાઇ કોર્ટના બાર એસોસિએશને તેમના ટ્રાન્સફરને લઈને પોતાની ચિંતા જાહેર કરતા તર્ક આપ્યો કે પહેલાથી જ ન્યાયાધીશોની કમી છે. એવામાં આ પગલું નિર્ણયોની બાબતે નકારાત્મક અસર નાખશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે થોડા દિવસ અગાઉ દેશની બધી હાઇ કોર્ટોના ન્યાયાધીશોને ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે, તેમને સુવિધાઓ મળી છે, તેનો ઉપયોગ તેમણે એ પ્રકારે ન કરવો જોઈએ, જેથી બીજાઓને અસુવિધા થાય કે ન્યાયપાલિકાની નિંદા થાય. તેના થોડા દિવસ બાદ જ જસ્ટિસ ગૌરાંગ કાંઠે પોતાની ફરિયાદ પરત લઈ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp