આ રાજ્ય સરકારનો આદેશ રદ્દ, J&Jને બેબી પાઉડર વેચવા કોર્ટે આપી મંજૂરી

PC: twitter.com

બોમ્બે હાઈકોર્ટ તરફથી જોન્સન એન્ડ જોન્સન કંપનીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના એ આદેશને રદ કર્યો હતો, જેમાં સરકારે જોન્સન એન્ડ જોહ્ન્સનનો બેબી પાવડર બનાવવાનું લાઇસન્સ રદ કર્યું હતું, અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પાવડર મહારાષ્ટ્રના મુલુંડ સ્થિત ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ SG ઢીગેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, FDAની કાર્યવાહી ગેરવાજબી અને ન્યાય કરતી નથી. કોર્ટે કહ્યું, 'એક પ્રશાસક કીડીને મારવા માટે હથોડાનો ઉપયોગ કરી શકે નહીં.'

મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહીને 'કઠોર અને ગેરવાજબી' ગણાવતા, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, તેણે ત્રણેય આદેશોને બાજુ પર રાખ્યા છે જેમાં કંપનીનું બેબી પાવડર ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કોર્ટે કંપનીને પોતાના બેબી પાવડરનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરવાની છૂટ આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે તેના આદેશમાં 15 સપ્ટેમ્બરે તેની પ્રોડક્ટનું લાઇસન્સ રદ કર્યું હતું અને 20 સપ્ટેમ્બરના રોજ અન્ય એક આદેશમાં બેબી પાવડરના ઉત્પાદન અને વેચાણ પર પણ તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો હતો. કંપનીને તેનો સ્ટોક પરત લેવા પણ કહેવામાં આવ્યું હતું. જે બાદ કંપનીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ આજે હાઈકોર્ટે કંપનીને બેબી પાઉડર વેચવાની મંજૂરી આપી છે. અને પ્રતિબંધ સંબંધિત મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને રદ કર્યો છે.

ગયા સપ્તાહની શરૂઆતમાં, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જોહ્ન્સન એન્ડ જોન્સન (J&J) કંપનીના બેબી પાવડરનું ફરીથી પરીક્ષણ કરવા અને જો ઉત્પાદન પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. બે વર્ષ પહેલા કંપનીના બેબી પાઉડરના સેમ્પલની તપાસમાં તે યોગ્ય ધોરણોના માપદંડને પૂર્ણ કરી શક્યું ન હતું.

વાસ્તવમાં, કોર્ટે FDA દ્વારા તપાસ પ્રક્રિયામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પહેલા પણ કોર્ટે કહ્યું હતું કે, તમે તપાસ માટે સ્વતંત્ર છો, પરંતુ સમયમર્યાદા હોવી જોઈએ. કોર્ટનું કહેવું છે કે તમે તપાસના નામે વેપાર પર પ્રતિબંધ ના લગાવી શકો.

ગયા અઠવાડિયે પણ કોર્ટે આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો, કોર્ટે કહ્યું હતું કે, જો તમારે સેમ્પલનું ટેસ્ટિંગ કરવું હોય તો કાલે ટેસ્ટિંગ કરો. જો કોઈ સમસ્યા હોય તો એક સપ્તાહમાં કંપની સામે કાર્યવાહી કરો. પરંતુ આ બાબતને લંબાવવાથી કંપનીને આર્થિક નુકશાન થાય છે તેમજ અન્ય ખોટા સંદેશાઓ પણ જાય છે. કારણ કે ગ્રાહકોની નજર કંપની પર ટકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp