બેકાબૂ થઈ ગઈ બાઇક, પોલ તોડીને દીવાલમાં ઘૂસી ગયા યુવક, જુઓ વીડિયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે બાઇક પર સવાર 3 યુવક દુર્ઘટનાના શિકાર થઈ ગયા. ત્રણેયને ગંભીર ઇજા થઈ છે. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા યુવકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમની હાલત ગંભીર છે. આ ઘટના આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના રવિવારે બપોરે 12:00 વાગ્યાની છે. કૃષ્ણા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સૌભાગ્ય મેરેજ લોન પાસે આ અકસ્માત થયો.

બાઇક અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, સૌભાગ્ય મેરેજ લોન સામેથી પસાર થતા રોડ પર ખૂબ ભીડ છે. ઘણા બધા વાહન ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે જ કાળા કલરની બાઇક પૂરપાટ ઝડપે આવતી નજરે પડી રહી છે. બાઇક પર ત્રણ યુવક સવાર હતા. વણાંક લેવા દરમિયાન બાઇક ચલાવી રહેલા યુવકનું સંતુલન બગડી જાય છે. તે બાઇક વાળી શકતો નથી. બાઇક રોડ છોડીને કિનારા પર ઉતરી જાય છે. લોખંડના પોલ સાથે અથડાય છે, પોલ વળી જાય છે અને તૂટીને એક પડી જાય છે.

બાઇક સહિત ત્રણેય યુવક દીવાલ સાથે જઈને અથડાય છે. બાઇક સવારો પાસે એટલો સમય પણ હોતો નથી કે તેઓ પોતાનો બચાવ પણ કરી શકે. બાઇક તૂટી ફૂટી જાય છે અને ત્રણેય યુવક ઇજાગ્રસ્ત થઈને જમીન પર પડી જાય છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકો ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે લોકબંધુ હૉસ્પિટલ લઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેયની હાલત સારી નથી. ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ જ ઉત્તર પ્રદેશમાં વધુ એક અકસ્માતની રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી હતી. દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી બાઇક સવાર પિતા-પુત્રને શુક્રવારે મોડી રાત્રે હુજુરપુર ત્રણ રસ્તા પર પૂરપાટ ઝડપે આવતા વાહને કચડી દીધા. અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું, તો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા દીકરાને ટ્રોમા સેન્ટર લખનૌ લઈ જતી વખત મોત થઈ ગયું. આ અકસ્માતની જાણકારી મળતા જ પરિવારજનોને શોકનું મોજૂ ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp