હિજાબ પહેરીને પરીક્ષા નહીં આપી શકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ, શિક્ષણમંત્રીનો આદેશ

PC: deccanherald.com

કર્ણાટકમાં હિજાબનો મુદ્દો ફરી એક વખત ગરમાઈ શકે છે. શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે કહ્યું કે, હિજાબ પહેનારી વિદ્યાર્થિનીઓને 9 માર્ચથી થનારી પ્રી-યુનિવર્સિટી કોર્સ (PUC)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં આપવામાં આવે. તેમણે કહ્યું કે, ‘ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સ્કૂલ ડ્રેસ પહેરીને જ પરીક્ષા આપવી જોઈએ. હિજાબ પહેરનારી વિદ્યાર્થિનીઓના પરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં હોય. નિયમોનું પાલન કરવું પડશે. શિક્ષણ સંસ્થા અને સરકાર નિર્ધારિત નિયમો મુજબ કામ કરી રહ્યા છે.

શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે, હિજાબ પ્રતિબંધ બાદ પરીક્ષામાં બેસનારી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં સુધાર થયો છે. જો કે, તેમણે પોતાના દાવાઓને સંબોધિત કરવા માટે કોઈ સ્પષ્ટ સંખ્યા બતાવી નથી. હિજાબ પર પ્રતિબંધ બાદ વધુ મુસ્લિમ બહેનો પરીક્ષામાં સામેલ થઈ. હવે હજુ વધારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું નામાંકન થયું છે. અમારા આંકડા બતાવે છે કે, હિજાબ પ્રકરણ બાદ પરીક્ષા આપનારી મુસ્લિમ બહેનોની સંખ્યા અને તેમના નામાંકન અનુપાતમાં વૃદ્ધિ થઈ છે.

તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકમાં સરકારી સંસ્થાઓને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી આપનારા નિર્દેશ આપવાની માગવાળી અરજીને તાત્કાલિક લિસ્ટેડ કરવાની માગને ફગાવી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડના નેતૃત્વવાળી પીઠે કહ્યું કે, તેના માટે હોળી બાદ એક બેન્ચની રચના કરવામાં આવશે. વકીલે અરજી પર તાત્કાલિક સુનાવણીની માગ કરતા કહ્યું હતું કે, મુસ્લિમ છોકરીઓનું વધુ એક વર્ષ બગડી જશે. 9 માર્ચથી એ સરકારી શાળામાં પણ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જ્યાં હિજાબ પહેરવાની મંજૂરી નથી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ 6 માર્ચે હોળીની રાજા માટે બંધ થઈ જાય છે અને 13 માર્ચે ફરીથી ખુલશે. આ અગાઉ 15 માર્ચ 2022ના રોજ કર્ણાટક હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી, ન્યાયાધીશ કૃષ્ણા એસ. દીક્ષિત અને અન્ય ન્યાયાધીશ જે.એમ. ખાજીની પીઠે નિર્ણય સંભળાવ્યો હતો. 129 પાનાંના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, હિજાબ એક આવશ્યક ધાર્મિક પ્રથા નથી. ત્યારબાદ કર્ણાટકની પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

8 મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીના વર્ગમાં પ્રવેશતા રોકવામાં આવી હતી. તેની વિરુદ્ધ તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 1 જાન્યુઆરી 2022ના રોજ કોલેજ વિકાસ પરિષદ (CDC)એ કોલેજ/શાળા પરિસરની અંદર હિજાબ પર પ્રતિબંધ લગાવવા માટે એક આદેશ પાસ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં વિદ્યાર્થી કોલેજ ભવન બહાર ધરણાં પર બેસી ગયા. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે ક્લાસરૂમની અંદર ક્યારેય હિજાબ પહેરીને જવાની મંજૂરી નથી. હિજાબના વિરોધમાં કેટલાક વિદ્યાર્થી ભગવા સાલ ઓઢીને કોલેજ પહોંચ્યા. ત્યારબાદ આ વિવાદ હજુ વધી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp