આસામના મુખ્યમંત્રીએ કહ્યું- મિયાં વેપારીઓના કારણે શાકભાજીઓ થઈ મોંઘી

PC: sentinelassam.com

હાલના દિવસોમાં શાકભાજીઓની કિંમતો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શાકભાજીઓની મોંઘવારી માટે મિયાં મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આસામમાં શાકભાજીઓની મોંઘવારી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગુવાહાટીમાં શાકભાજીઓ એટલી મોંઘી કેમ છે? તેના જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મિયાં વેપારી છે, જે મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચી રહ્યા છે.

આસામમાં શાકભાજીઓની કિંમત ઘણી બધી વધી ગઈ છે. તેને લઈને આસામ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીઓની કિંમત પર નિયંત્રણ માટે જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘી શાકભાજીઓને લઈને સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, તેની પાછળ મિયાં વેપારી છે. આ જ મિયાં વેપારી મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચે છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીઓની કિંમત ઘણી ઓછી છે.

તેમણે કહ્યું કે, આજે આસામી વેપારી શાકભાજી વેંચતા તો તેઓ આસામિયા લોકો પાસેથી વધુ પૈસા ન લેતા, પરંતુ મિયાં વેપારી આસામિયા લોકો પાસેથી વધુ પૈસા લે છે. તેની સાથે જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના યુવાઓને આગળ આવીને શાકભાજી વેચવાના કામમાં સક્રિય થવા કહ્યું. જો આસામી યુવા એમ કરવા તૈયાર છે તો તેઓ તેમના માટે જગ્યા અપાવી દેશે. એટલું જ નહીં, તેમણે ફ્લાઇઓવર નીચેની એ જગ્યાને ખાલી કરાવવાની પણ વાત કહી, જ્યાં મિયા વેપારી શાકભાજીઓ અને ફળ વેચે છે.

ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં શાકભાજીઓ અને માછલીના વેપારમાં સામેલ છે. આસામમાં મિયાં-મુસલમાનોને લઈને રાજકીય ખેચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું બતાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ તેના પર પણ આપત્તિ દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, અજમલનું એમ કહેવું આસામિયા સમુદાયનું અપમાન કરવા સામાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મિયાં સમુદાયના લોકો બસો અને કેબ ચલાવે છે. એટલે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થઈ જાય છે અને ભીડ પણ ઓછી નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp