રામ મંદિરમાં હા-ના વચ્ચે ફસાયું વિપક્ષ, CM બોલ્યા- તેઓ બાબરના લોકોથી ડરે છે

PC: businesstoday.in

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેને લઈને જાત જાતની રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓના 22 જાન્યુઆરી 2024ના કાર્યક્રમમાં સામેલ કરવાને લઈને ટિપ્પણી કરી છે. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘વિપક્ષના લોકો અયોધ્યા જાય કે ન જાય. કોઈ ફરક પડતો નથી. તેનાથી ત્યાંની રોનક ઓછી નહીં થાય.'

હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ‘ભારતના લોકો ઉત્સાહિત છે. આપણે લોકો તરસી રહ્યા છીએ કે નિમંત્રણ મળે. તેમને નિમંત્રણ મળ્યું છે તો તેઓ તેમાં પણ રાજનીતિ જોઈ રહ્યા છે. વિપક્ષના નેતા ઇન્વિટેશન મળ્યા બાદ પણ ખબર નહીં શું વિચાર કરી રહ્યા છે. રાજનીતિને સાઇડ પર રાખીને તેમણે અયોધ્યા જવું જોઈએ, પરંતુ તેઓ બાબરના લોકોથી ડરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા નહીં જાય રામ મંદિરને જોવા. જ્યારે હિન્દુઓનો દબાવ વધશે માત્ર ત્યારશે જશે તેઓ.'

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પોતાની પાર્ટીના નેતાઓના અયોધ્યા જવાના સવાલ પર કહ્યું કે, ‘અમે ધર્મને રાજનીતિ સાથે જોડવાનું પસંદ કરતા નથી. આસ્થા રાજનીતિથી અલગ હોય છે. લોકો પોતાના હિસાબે કામ કરે છે. બસ રાજનીતિ અને આસ્થાને અલગ રાખવી જોઈએ. અમારું એમ માનવું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોનિયા ગાંધી સિવાય કોંગ્રેસના હાલના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખરગે અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને રામ મંદિર ઉદ્વઘાટનના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.'

રામ મંદિર લોકાર્પણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીને પણ મળ્યું છે. તેમને આ બાબતે પૂછવામાં આવતા કહ્યું કે, રામ મંદિરનું ઉદ્વઘાટન ભારતના વડાપ્રધાન કરશે. મુખ્યમંત્રી યોગી પણ ત્યાં રહેશે. સંવૈધાનિક પદો પર બેઠા લોકો ત્યાં રહેશે. આ ધર્મનું ખુલ્લુ રાજનીતિકરણ છે. એ રાજનીતિક ઉદ્દેશ્ય માટે લોકોની રાજનીતિક ઉદ્દેશ્યો માટે લોકોની ધાર્મિક ભાવનાઓનો ઘોર દુરુપયોગ છે એટલે અમે આ બાબતે સ્પષ્ટ છીએ કે આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

રામ મંદિર ઉદ્વઘાટન સમારોહને લઈને NCP (શરદ પવાર ગ્રુપ) ધારાસભ્ય  જિતેન્દ્ર અવ્હાડે પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, રામલલા કોઈના બાપની પ્રોપર્ટી છે કે? રામ પર તેમનો (ભાજપ)નો માલિકી હક્ક છે કે? તમે તો રામનો ઉપયોગ કરો છો. વર્ષ 1970થી લઈને આજ સુધી ગંગા જળ હોય, ઈંટ હોય, માટી હોય, તમે વેચી વેચીને રામ મંદિર બનાવવાનું કામ કર્યું. હવે ભાજપની જમીની હાલત ખરાબ છે તો ચૂંટણી દરમિયાન તેમને રામલલા યાદ આવી ગયા છે. રામ તો દિલોમાં વસે છે. રાજનીતિ માટે તેમનો ઉપયોગ કરવું સારું નથી. તેઓ કોણ હોય છે નિમંત્રણ આપનારા. શું અમને મંદિર જતા રોકશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp