હિંડનબર્ગના રિપોર્ટને અદાણી ગ્રુપે ગણાવ્યો ખોટો, કહ્યું તથ્યોને ખોટી રીતે મૂક્યા

PC: navbharattimes.indiatimes.com

અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરફેર અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટ પર પલટવાર કરતાં ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા અદાણી ગ્રુપે આક્ષેપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા. અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચ પર યોગ્ય શોધ નહીં કરવા પર અને કોપી-પેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે કાં તો યોગ્ય શોધ નહીં કરી અથવા યોગ્ય રિસર્ચ કર્યું પરંતુ લોકોને ગેરમાર્ગે દોર્યા.

સવાલોને ખોટી રીતે રજૂ કર્યા

અદાણી ગ્રૂપના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) જુગશિન્દર સિંહે બિઝનેસ ટુડે ટેલિવિઝન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હિંડનબર્ગને સવાલ કરવો જોઈએ કે તેમણે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રૂપને પૂછેલા સવાલોને ખોટી રીતે કેમ રજૂ કર્યા.

શનિવારના રોજ રોકાણકારોમાં જાહેર કરાયેલા 413 પાનાના રિપોર્ટ બાદ ઇન્ટરવ્યુમાં અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના તમામ 88 સવાલોના જવાબ આપ્યા. સિંહે કહ્યું 'તમામ 88 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે અને ભલે અમે તમામ 88 સવાલોના જવાબ નહીં આપ્યા હોય. તેઓએ અમારા ખુલાસાઓનો ઉપયોગ કર્યો અને કોઈ રિસર્ચ નહીં કર્યું. જેમાંથી 68 સવાલો બોગસ અને ભ્રામક છે. તેઓએ કોઈ રિસર્ચ નહીં કર્યું, પરંતુ કટ, કોપી અને પેસ્ટ કર્યું છે અને રિપોર્ટ FPOને નુકસાન પહોંચાડવા માટે હતી.

જુગશિન્દર સિંહે કહ્યું કે, તે વધુ ખરાબ થઈ શકે છે કે તેમણે શોધ કરી અને જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોર્યા. તમારે તેમને પૂછવું જોઈએ કે, તેમણે 68 સવાલોને ખોટી રીતે કેમ રજૂ કર્યા.

અમે જૂઠાણું સ્વીકાર નથી કરતાં

બાકીના 20 સવાલો વિશે પૂછવામાં આવતા સિંહે કહ્યું કે, આ એવા સવાલો હતા કે, અદાણી ગ્રુપ ટીકાઓનો સ્વીકાર કેમ નથી કરતું. તેઓએ કહ્યું કે અમે કરીએ છે, પરંતુ અમે જૂઠનો સ્વીકાર નથી કરતાં. પછી કોઈના અંગત પારિવારિક ઓફિસ પર સવાલો થાય છે, તો અમે તેનો જવાબ નથી આપી શકતા. સિંહે કહ્યું કે, અમે બધા જવાબ આપી શકતા હતા.

CFOએ કહ્યું કે, અહીંયા સુધી કે હિંડનબર્ગના જૂઠા અને ખોટા નિવેદનો પર આધારિત બનાવટી રિપોર્ટમાં પણ અદાણી ગ્રુપના વ્યવસાયમાં કંઈ ખોટું નથી મળ્યું. તેમણે કહ્યું, 'અહીંયા સુધી કે તે રિપોર્ટમાં પણ અમારા મૂળભૂત વ્યવસાયમાં કંઈ પણ નથી મળ્યું.'

અમે નાની ભારતીય ફર્મની મદદ કરી રહ્યા છે

સિંહે એ ઓડિટ ફર્મ શાહ ધાધરિયાનો પણ બચાવ કર્યો, જેના પર તેના નાના કદ અને ક્ષમતા માટે અદાણી ગ્રુપના રૂપમાં મોટા ગ્રુપને ઓડિટ કરવા માટે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટે તે ફર્મની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો હતો જેમાં ચાર ભાગીદારો અને 11 કર્મચારીઓ છે. એવું પૂછવામાં આવતા તેમણે ડેલૉયટ, KPMG, અર્ન્સ્ટ એન્ડ યંગ, PWC જેવી મોટી એકાઉન્ટિંગ ફર્મોમાંની એકને પણ ઇનલિસ્ટ કેમ નહીં કરી? આના પર સિંહે કહ્યું 'શું તમને લાગે છે કે, અમારા જેવી મોટી ભારતીય કંપનીની ભારતીય વેન્ડરને ડેવલપ કરવાની કોઈ જવાબદારી નથી? જો આપણે એક નાની ભારતીય ફર્મની મદદ કરી રહ્યા છે, તો શું તે ખરાબ વાત છે? અમારી પાસે 21,000 નાના વેન્ડર્સ છે.

હિંડનબર્ગના રિપોર્ટનો દાવો

ગયા અઠવાડિયે, હિંડનબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક હેરફેર અને એકાઉન્ટિંગ ફ્રોડના પ્લાનિંગમાં લાગ્યું છે. ફર્મે રિપોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે ગ્રુપના પૂર્વ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ડઝનેક વ્યક્તિઓ સાથે વાત કરી છે, હજારો દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને લગભગ અડધો ડઝન દેશોમાં ઉદ્યોગ સાઇટની મુલાકાત લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp