તમિલનાડુમાં હિંદી બોલનારા યાત્રીઓની ચાલુ ટ્રેનમાં શોધીને પિટાઇ, વીડિયો વાયરલ

PC: keralakaumudi.com

તમિલનાડુમાં હિંદી ભાષાનો વિરોધ જૂની પરંપરા છે.  પોલિટિકલ પાર્ટીઓ આ વિરોધમાં રાજકારણમાં મોટો ફાયદો ઉઠાવતા રહે છે. દક્ષિણના અનેક રાજ્યોમાં આમ તો હિંદીના વિરોધ કરવામાં આવે છે, પરંતુ તમિલનાડુમાં આ વિરોધ ચરમ પર છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યકિત ટ્રેનમાં ઘુસીને મુસાફરોની પિટાઇ કરી રહ્યો છે. આ વીડિયોને National Crime Investigation Bureau (ncib) આ ટ્વીટર પર શેર કર્યો છે.

NCIBએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, શર્મનાક, આ વીડિયો દક્ષિણ ભારતના કોઇક હિસ્સાનો છે. જેમાં એક વ્યકિત હિંદી બોલવાને કારણે ઉત્તર ભારતીયો સાથે ટ્રેનમાં મારપીટ કરી રહ્યો છે. NCIBએ લખ્યું છે કે, જો આ વીડિયો કે વીડિયોમાં દેખાઇ રહેલા આરોપી સંબંધે તમારી પાસે કોઇ પણ માહિતી હોય તો, અમારા વ્હોટસએપ નંબર 09792580000 પર મોકલજો.

NCIBએ જે વીડિયો શેર કર્યો છે તેમાં એક યુવક ટ્રેનમાં ઘુસીને પહેલા તપાસ કરી રહ્યો છે કે કોણ હિંદી બોલી રહ્યું છે. એ પાછો બધાને હિંદીમાં જ બોલીને ‘હિંદી’- ‘હિંદી’ એવું પુછી રહ્યો છે. એમાં જેને એમ લાગે કે આ વ્યકિત હિંદી બોલનારો છે તેને સીધી થપ્પડ મારી દે છે. એ પછી આગળ વધીને એક યુવકનો કોલર પકડીને મુક્કો મારી રહ્યો છે. જો આ વીડિયો વિશે તમારી પાસે કોઇ પણ જાણકારી હોય તો NCIBના જાણ કરી શકાય જેથી આવા માણસ સામે કાર્યવાહી થઇ શકે.

 આ બાબતે વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરનનું કહેવું છે કે તમિલનાડુ સહિત દક્ષિણના કોઇ  પણ રાજ્યમાં હિંદીને લઇને કોઇ નફરત નથી. હા, એટલું ખરું કે તેઓ પોતાની માતૃભાષાને પ્રાધાન્ય આપે છે, પરંતુ કોઇની સાથે મારપીટ કરતા નથી. દક્ષિણમાં હિંદીનો જે વિરોધ જોવા મળે છે, તે રાજકીય લાભ ખાટવા માટે ઉભો કરવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે બધાને એ વાતની ખબર છે કે વિરોધ કોણ કરી રહ્યું છે? અને કોને ફાયદો મળી રહ્યો છે?

વીડિયો જોઇને ઘણા લોકોએ નારાજગી દર્શાવી છે, એક યૂઝરે કહ્યું કે, આ કેવી મજાક છે, ભાઇ? તમિલનાડુમાં તેમની જ ભાષામાં વાત કરવાનો અનુભવ અનેક લોકોને થયો છે. તમિલના લોકો જલ્દી હિંદીમાં વાત કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp